જાણવા જેવું ખેડત મિત્રો આપ ધણા બધા પ્રકારના રાસાયણીક કીટનાશકો વપરતા હશો પરંતુ બહુ ઓછા ખેડુત મિત્રો તેમના રાસાયણીક સ્વરૂપ(ફોર્મ્યુલેશન) વિશે માહીતગાર હશે. હમણા થોડા સમય થી એક નવા સ્વરૂપના રાસાયણીક કીટનાશકો બજારમાં ઉપલબ્ધ થયા છે. તો આજે તેના વિશે થોડી માહીતી મેળવ્યે.

ખેતીના પાકોમા નુકશાન કરતી જીવાતોના નિયંત્રણ માટે જંતુનાશક રસાયણો જુદા-જુદા સ્વરૂપે (ફોર્મ્યુલેશન) મળે છે તે પૈકી પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવા માટે મળતા પ્રવાહી રસાયણોમાં મુખ્યત્વે
ઈ.સી.-(ઈમલ્સીફાએબલ કોન્સન્ટ્રેટ), એસ.એલ.-(સોલ્યુબલ લિક્વીડ),એસ.સી.-(સોલ્યુબલ કોન્સન્ટ્રેટ), સી.એસ. (માઈક્રોઈનકેપ્સૂલટેડ પાર્ટીકલ્સ) અને ડબલ્યૂ.એસ.સી-( વોટર સોલ્યુબલ કોન્સન્ટ્રેટ) વગેરેનો સમાવેશ થાય છે. આવા જંતુનાશક રસાયણો ના વર્ગમાં એક નવા સ્વરૂપનો ઉમેરો થાય છે.
તે ઓ.ડી.(ઓઈલ ડીસ્પર્સેબલ) તરીકે ઓળખાય છે.
ખાસ કરીને ઈ.સી. સ્વરૂપે ઉપલબ્ધ કીટનાશક રસાયણમાં વપરાતા કેટલાક સોલવન્ટ ઝેરી અને જ્વનલશીલ(સળગી ઉઠે તેવા) હોય છે. તેથી તેના વિકલ્પ તરીકે બિન ઝેરી અથવા ઓછા ઝેરી તેમજ સળગી ના ઉઠે તેવા સોલવન્ટની શોધખોળ શરૂ થઈ. તેના પરિણામ સ્વરૂપે ઓડી સ્વરૂપના કીટનાશકો વિકસાવવામાં આવ્યા.
કીટનાશક રસાયણોની અસરકારકતામાં તેનુ સ્વરૂપ (ફોર્મ્યુલેશન) મહત્વનો ભાગ ભજવે છે.ઈ.સી. અને એસ.સી. સ્વરૂપે મળતા જંતુનાશક રસાયણો પાણીમાં સહેલાઈથી મિશ્ર થઈ શકે છે તેમજ આવું પ્રવાહી મિશ્રણ લાંબો સમય સુધી રાખી મુકતા પાણી, તૈલી પદાર્થ અને સક્રિય તત્વ એમ જુદા જુદા સ્તર જોવા મળતા નથી. આવા રસાયણો છંટકાવ બાદ છોડ પર સારી રીતે પ્રસરી શકે છે તેમજ છોડના કોષોમાં સહેલાઈથી અંદર પ્રવેશી શકે છે.
ઓ.ડી. સ્વરૂપે મળતા જંતુનાશક રસાયણોના બિંદુઓનું કદ એક્દમ નાનુ હોય છે. અને કિંમતમાં પણ સસ્તા હોય છે. આવા રસાયણમાં બિંદુઓ નુ કદ નાનુ હોવાથી છોડ પર સારી રીતે પ્રસરી શકે છે.
હાલમાં બીટાસાય ફ્લુથ્રીન 9 % + ઈમીડા ક્લોપ્રીડ 21 % – 300 ઓ.ડી.(વ્યાપારીક નામ- સોલોમોન), સાયજીપાયર 10 % ઓ.ડી. , સાયન્ટ્રાનીલીપ્રોલ 10.26 %(વ્યાપારીક નામ બેનીવીયા) ઓ.ડી. અને સ્પાઈરોટેટ્રામેટ 150 ઓ.ડી. (વ્યાપારીક નામ મોવેન્ટો) નામના કીટનાશક રસાયણો બજારમાં ઉપલબ્ધ છે.
Krushikhoj WhatsApp Group