આ સિઝનમાં ખેડૂતોને કપાસના ઉતારા ઓછા મળ્યા હોવા છતાં બજાર ઉપર મંદી તરફી માહોલ યથાવત રહેતો જોવા મળ્યો છે. આ સપ્તાહ દરમિયાન વૈશ્વિક સ્તરે ન્યુયોર્ક કોટન વાયદામાં ઘટાડા સાથે 87 સેન્ટની સપાટી નીચે ભાવ લપસી ગયો છે. ગત સપ્તાહે 92 સેન્ટની સપાટીની આસપાસ રહેલા ન્યુયોર્ક કોટન વાયદામાં ઘટાડો થતા ભારતીય બજાર ઉપર પણ થોડા અંશે અસર થઇ છે એવી શક્યતાઓ છે વેપારીઓ ના અનુમાન પ્રમાણે
રૂ ગાંસડીના ભાવમાં આ સપ્તાહ દરમિયાન ઉંચા સ્તરેથી ઘટાડા સાથે ખાંડીએ રૂ. 60000 ની નજીક સપાટીએ વેપાર થતો જોવા મળ્યો છે. ગત સપ્તાહે ગાંસડીના ભાવમાં રૂ.62 હજારની સપાટી જોવા મળી હતી. હાલની સ્થિતિએ ખેડૂતોને રૂ.1400થી રૂ.1600ની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે.
માર્કેટ યાર્ડ તારીખ 05/04/24 એટલે આજે કપાસના બજાર હાજર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસના બજાર ભાવ રૂ. 1400 થી રૂ. 1600 સુધીના બોલાયા હતા. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1025 થી રૂ. 1558 સુધીના બોલાયા હતા. તેમજ બોટાદ ના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1385 થી રૂ. 1630 સુધીના બોલાયા હતા.
બાબરા 1330 થી 1600
મોરબી 1350 થી 1590
જામનગર 1000 થી 1580
ભેંસાણ 1200 થી 1577
જામજોધપુર 1325 થી 1576
વાંકાનેર 1300 થી 1562
ધ્રોલ 1298 થી 1558
જસદણ 1350 થી 1550
ભાવનગર 1307 થી 1540
ઉપલેટા 1350 થી 1540
હળવદ થી 1251 1539
સાવરકુંડલા 1321 થી 1521
રાજુલા 1000 થી 1514
બગસરા 1100 થી 1500