મગફળી વાવેતર સમય :
ચોમાસુ વાવેતર માટે વાવેતર સમયના ત્રણ તબક્કામાં વાવેતર થાય છે

(1) ખૂબ સારું ઉત્પાદન મેળવવા ચોમાસામાં વરસાદ થાય તે પહેલા એટલે કે મે મહિનાના છેલ્લા અઠવાડીયાથી જૂન મહિનાના પ્રથમ અઠવાડીયા સુધીમાં પિયત આપીને મગફળીનું આગોતરું વાવેતર કરવું હોય તો જીએયુ જી-10 અથવા જીજી-11 અથવા જીજી-13 અથવા જીજેજી – 17 જેવી મોડી પાકતી વેલડી મગફળીનું વાવેતર કરવું.

(2) 15 જૂનથી 30 જૂન સુધીમાં વરસાદ થાય તો સમયસરના વાવેતર માટે ઉભડી અથવા અર્ધવેલડી અથવા વેલડી એમ કોઈ પણ પ્રકારની મગફળીની જાતનું વાવેતર કરી શકાય. જેમાં અર્ધવેલડી, જીજી-20 અને જીજેજી- 22 ને પ્રાધાન્ય આપવું.

(3) જુલાઇ માસમાં મોડો વરસાદ થાય તો વહેલી પાકતી જીજી-2 અથવા જીજી-5 અથવા જીજી-7 અથવા જીજેજી-9 જેવી ફકત ઉભડી જાતોનું વાવેતર કરી શકાય છે. ચોમાસા માટે ભારે વરસાદવાળા વિસ્તારમા વેલડી,મધ્યમ વરસાદવાળા વિસ્તારમા અર્ધવેલડી અને ઓછા વરસાદવાળા વિસ્તાર માટે ઉભડી જાતો પસંદ કરવી. ચોમાસા માટે ભારે કાળી જમીનમાં વેલડી,મધ્યમ કાળી જમીનમા અર્ધ વેલડી અને ગોરાડુંથી રેતાળ જમીનમાં ઉભડી મગફળી વાવેતર માટે પસંદ કરવી

 

Krushikhoj WhatsApp Group