મહારાષ્ટ્રમાં અને ખાસા કરીને મુંબઇ પર મેઘરાજા મહેરબાન થયા છે. હવામાન વિભાગે શુક્રવારે મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી હતી ત્યારે શુક્રવારે સવારથી જ મુંબઇમાં વરસાદ શરૂ થઇ ગયો. ભારે વરસાદથી મુંબઇના અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા અને 30 મીનીટના વરસાદમાં 22 બ્રિઝ બ્લોક થઇ ગયા.
મુંબઇમાં પડેલા ભારે વરસાદ બાદ લોકોને ગરમીથી રાહત મળી પરંતુ વરસાદના કારણે માર્ગોમાં ભરાયેલા પાણીથી મુંબઇના માર્ગો પર ટ્રાફિક જામ સર્જાયો. આ વરસાદના કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો. તાપમાનનો પારો 32-34થી ઘટીને 27 ડિગ્રી આસપાસ પહોંચી ગયો. જેના કારણે લોકોને ગરમીમાં ઘણી રાહત મળી.
મુંબઇમાં પડેલા આ વરસાદના કારણે ધારાવી, અંધેરી, કાંદિવલી, વસઇ, બોરીવલી જેવા વિસ્તારોમાં પાણી ભરાયા અને વરસાદના કારણે અહીંના જન-જીવન પર પણ પ્રભાવિત થયું.








