નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંદાજપત્ર રજુ કરતા વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી હતી કે, નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોની માંગણીને ધ્યાને લઈને આ વિસ્તારમાં કૃષિ સિંચાઈ માટે આગામી અષાઢી બીજ એટલે કે રથયાત્રાના દિવસથી નર્મદાનું પાણી આપવામાં આવશે.
નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્યશ્રીઓ અને ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં પાણી છોડવાનો આ નિર્ણય કરવામાં આવ્યો છે તેમ નાયબ મુખ્યમંત્રી અને નર્મદા મંત્રી નીતિન પટેલે વિધાનસભાગૃહમાં જણાવ્યું હતું.
કૃષિ ખેડૂત કલ્યાણ
– ખેડુત યોજનાના અમલ ભાટે 2771 નવી જગ્યાઓ ભરાશે: આ વર્ષે 1121 ભરાશે
– ગુજરાતના ખેડૂતોને ઝીરો ટકા દરે પાક ધિરાણ ખેડૂત વ્યાજ સહાય આપવા રૂ 952 કરોડની જોગવાઇ
– પ્રધાન મત્રી ફસલ વીમા યોજના હેઠળ 18 લાખ ખેડૂતૉ ને આવરી લેવાશે: 1073 કરોડની જોગવાઇ
– રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના માટે 299 કરોડ, ફાર્મ મીકેનાઇઝેશન માટે 235 કરોડ, ફુડ પ્રોસેસીગ માટે 34 કરોડ
– રાસા. ખાતર માટે 25 કરોડ, સેટેલાઇટ ઇમેજ ડ્રોન ફોટોગ્રાફી માટે 25 કરોડ
– બાગાયત વિકાસ માટે સેન્ટર ઓફ એકસેલન્સ માટે 8 કરોડ
– પશુપાલન4000 ડેરી ફાર્મ સ્થાપવા 134 કરોડની જોગવાઇ, 460 ફરતા પશુ દવાખાના માટે 47 કરોડ, મુખ્યમંત્રી નિશુલ્ક પશુ સારવાર યોજના માટે 28 કરોડ
– ડેરી વિકાસ પશુ પાલકોને સાધન સહાય માટે 36 કરોડ, ગૌ સેવા વિકાસ માટે 38 કરોડ
– સહકાર કિસાન કલ્પ વૃક્ષ યોજના માટે 33 કરોડ, ગોડાઉન બાધકામ માટે 11 કરોડ
– મત્સ્યોદ્યોગ માગરોળ, નવાબંદર, વેરાવળ, માઢવાડ, પોરબંદર, સૂત્રાપાડા મત્સ્ય બંદર વિકાસ માટે 210 કરોડ
– ફીશીગ બોટ ડીઝલ વપરાશ માટે વેટ સહાય આપવા 150 કરોડ, કેરોસીન સહાય માટે 18 કરોડ
જળ સંપત્તિ
– જળ સંપત્તિ માટે 7157 કરોડઃ બંધ જાળવણી, નહેર માળખા સુધારણા, સહબાગી સિચાઇ યોજના માટે
– સૌની યોજના ત્રીજા તબક્કાના 2258 કરોડના કામો પ્રગતિમા: 1880કરોડની જોગવાઇ
– થરાદથી સીપુ ડેમ પાઇપ લાઇન માટે 100 કરોડ , 6000 ગામોને લાભ
– આદિજાતિ વિસ્તારમા 27600 વિસ્તાર સિચાઇ માટે 962 કરોડ, તાપી કરજણ લીક પાઇપલાઇન માટે 720 કરોડ, અંબીકા નદી પર રીચાર્જ પ્રોજેકટ માટે 372 કરોડ,
– સુરત જિલ્લા ના 23 હજાર ખેડૂતો માટે 245 કરોડ, કરજણ જળાશય માટે 220 કરોઠ, કડાણા જળાશય માટે 380 કરોડ.