સાણંદમાં ધરતીપુત્રો બન્યા અન્નદાતા
1 લાખ કિલો ઘઉંનું દાન કર્યુ
હજ્જારો પરપ્રાંતિય મજૂરોને જમાડ્યા
દેશમાં 21 દિવસના લોકડાઉન દરમ્યાન સાણંદ અને તેની આસપાસની ઐદ્યોગિક એકમોના હજ્જારો પરપ્રાંતિયો સામે ભોજનની સમસ્યા ઉભી થઈ હતી. પરંતુ આવા હજ્જારો પરપ્રાંતિય મજૂરોની વ્હારે સાણંદના ધરતીપુત્રો અન્નદાતા સાબિત થયા છે. સાણંદ જીઆઈડીસી, ચાંગોદર જીઆઈડીસી, બોળ જીઆઈડીસી, છારોડી નજીકના ઔદ્યોગિક એકમોમાં 22 હજારથી વધુ પરપ્રાંતિયો નોકરી કરે છે. આવા મજૂરોને ભોજનની સમસ્યા ન રહે તે માટે ભાજપના નેતા પ્રદિપસિંહ વાઘેલાએ એક મિશન શરૂ કર્યુ.
સાણંદના ધરતીપુત્રો ખરા અર્થમાં બન્યા અન્નદાતા, 5000 મણ ઘઉં દાન કરી 10 હજાર મજૂરોને જમાડ્યા
તેમણે કહ્યુ કે ખેડુતો ખૂબ વિશાળ હૃદયના હોય છે. ભૂખ્યાને ભોજન આપવાના કાર્ય માટે ખેડૂતોને હાંકલ કરી તેમા હજારોની સંખ્યામાં ખેડૂતો મદદ કરવા આગળ આવ્યા હતા. એક અંદાજ મુજબ અત્યાર સુધીમાં 5000 મણ ઘઉ એટલે કે એક લાખ કિલો ઘઉં દાન કરી ચૂક્યા છે અને હજુ પણ દાનનો પ્રવાહ અવિરત ચાલુ જ છે. ગામડાઓમાં દરરોજ સવારે ટ્રોલી સાથે ટ્રેક્ટર ફરે છે તેમા ખેડૂતો ઘઉં ઉમેરતા જાય છે. આ ઘઉંનો લોટ બનાવવામાં આવ્યો અને તેને સાણંદના 1200 જેટલા પરિવારોને આપી દેવાયો. આ પરિવારની બહેનોએ દરરોજ તેમાંથી રોટલીઓ તૈયાર કરીને આપે છે.
જોકે આ સમગ્ર સેવાકાર્ય દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સિંગનો પુરેપુરો ખ્યાલ રાખવામા આવ્યો. ક્યાય ટોળા ભેગા થવા દેવાતા નથી અને જે ઘરોમાંથી મદદ લેવાઈ છે તે ઘરોમાં કોઈ વ્યક્તિ બિમાર નથી તેની તપાસ કરાય છે. સાણંદ સિટીમાં પરપ્રાંતિય લોકો માટે જમવાની અલાયદી વ્યવસ્થા કરેલી છે. જે રોટલીઓ એકત્ર થાય છે તે પરપ્રાંતિયોના ઘર સુધી પહોંચાડી દેવાય છે. આ અભિયાનમાં એપીએમસી દ્વારા પહેલા જ દિવસે 20 હજાર કિલો ઘઉંનો લોટ અને 20 હજાર કિલો ચોંખાનું યોગદાન અપાયું હતુ.