પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વર્ષની પ્રથમ નાણાંકીય સહાયની રકમની એડવાન્સ ચૂકવણી
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રાજ્યના લાભાર્થી ૪૦ લાખ ખેડૂત ખાતેદારોના ખાતામાં કુલ રૃપિયા ૮૦૦ કરોડ જમા કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ ખેડૂતોને વર્ષમાં ત્રણ હપ્તા દ્વારા રૃપિયા ૬૦૦૦ ની સહાય કરવામાં આવે છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અન્વયે અત્યાર સુધીમાં આવા ૪૦ લાખથી વધુ ખેડૂત ખાતેદારોના બેન્ક એકાઉન્ટમાં ચાલુ નાણાંકીય વર્ષની સહાયના પ્રથમ હપ્તાની એડવાન્સ ચૂકવણી કરવામાં આવી છે અને પ્રત્યેક ખાતામાં રૃપિયા બે હજાર જમા કરાવવામાં આવ્યા છે, આમ કુલ રૃપિયા ૮૦૦ કરોડની ચૂકવણી કરવામાં આવી છે