કોરોના વાયરસના લક્ષણોને લઈ શોધ ચાલુ છે. શરૂઆતમાં જ્યારે આ બિમારી ચીનના વુહાનમાં ફેલાઈ હતી ત્યારે સમાન્ય રીતે આ બે લક્ષણો મુખ્ય માનવામાં આવ્યા હતા. આ લક્ષણ હતા સુકી ઉધરસ (Dry Cough) અને તાવ (Fever). બાદમાં બિમારીનો પ્રકોપ વધવાથી શ્વાસ લેવામાં તકલીફનું લક્ષણ સામે આવ્યું. પરંતુ જેમ જેમ આ બિમારી અન્ય દેશોમાં ફેલાતી ગઈ તેમ તેના લક્ષણોમાં અન્ય સમસ્યાઓ પણ સામે આવી છે. સામાન્ય રીતે 2થી 14 દિવસીન અંદર આ લક્ષણ દેખાવાનું શરૂ થાય છે. અમે તમને મુખ્ય 10 લક્ષણો જણાવીએ, જેનાથી તમે સચેત થઈ શકો છો

  • શ્વાસ લેવામાં તકલીફ (Shortness Of Breathe) શ્વાસ લેવામાં પરેશાની થવી સામાન્ય રીતે કોરોનાનું શરૂઆતી લક્ષણ નથી પરંતુ આ તેનું સૌથી ગંભીર લક્ષણ માનવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં ચિકિત્સક મદદ ન મળવા પર સ્થિતિ વધારે ગંભીર થઈ શકે છે અને દર્દીને આઈસીયુમાં શિફ્ટ કરવો પડે છે.
  • તાવ (Fever) તાવ આવવો પણ કોરોનાના પ્રમુખ લક્ષમાંનું એક છે. માણસના શરીરનુંતાપમાન 98.6 ડિગ્રી ફારેનહાઈટ થાય છે. જો તમારા શરીરનું તાપમાન 100 ડિગ્રી ફારેનહાઈટ છે તો, ચિંતાની વાત છે.
  • સુકી ઉધરસ (Dry Cough)સુકી ઉધરસ આવવી પણ કોરોનાનું એક લક્ષણ હોઈ શકે છે. પરંતુ આ સામાન્ય ઉધરસ દેવું નથી. આ બિલકુલ સુકી ઉધરસ જેવું હોય છે, જેની તકલીફ તમને છાતીથી લઈ ગળા સુધી થાય છે
  • ધ્રુજારી અને શરીર દર્દ કોરોના વાયરસના લક્ષણોમાં ખુબ શરદી થવી અને શરીર દર્દ પણ સામેલ છે. જોકે, આ લક્ષણ પ્રતિરોધક ક્ષમતાના આધાર પર અલગ-અલગ તરીકે ઉભરીને આવે છે.
  • ત્વરિત ભ્રમ (Sudden Confusion) કોરોનાના બગડેલા લક્ષણોની વાત કરવામાં આવે તો, તેમાં ત્વરીત બ્રમ પણ સામેલ છે. એક એક્સપર્ટનું માનવું છે કે, આ ત્વરીત ભ્રમ પેદા થવાનું લક્ષણ પણ તેમાં સામેલ છે
  • પાચન સમસ્યા (Digestive Issue) શરૂઆતમાં પાચન તંત્રની સમસ્યા અથવા ડાયરિયા જેવા લક્ષણોને વિશેષજ્ઞોએ કોરોનાથી અલગ રાખ્યા હતા. પરંતુ સમય જતા હવે તેને પણ સામેલ કરવામાં આવ્યા છે
  • ગુલાબી આંખો (Pink Eye) ચીન સિવાય અન્ય દેશોમાં પણ થયેલી રિસર્ચ બતાવેછે કે, કોરોનાના 1થી 3 ટકા દર્દીઓમાં કંઝક્ટિવાઈટિસના લક્ષણ પણ દેખાઈ આવ્યા છે
  • સુગંધ અને સ્વાદની ક્ષમતા ખતમ થવી (Loss of smell and taste) દુનિયાભરમાં થયેલા તાજા રિસર્ચમાં સુંઘવાની અને સ્વાદની ક્ષમતા ખતમ થવાને પણ કોરોનાનું મુખ્ય લક્ષણ માનવામાં આવ્યું છે
  • થાક (Fatigue) વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક રિસર્ચ અનુસાર, લગભગ 40 ટકા કોરોના દર્દીઓમાં થાકના લક્ષઁણો દેખાયા છે
  • માથાનો દુખાવો, ગળું છોલાવું (Headache, Sore Throat) વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, લગભગ 14 ટકા કોરોના દર્દીઓને માથાનો દુખાવો અને ગળામાં છોલાવાની સમસ્યા સામે આવી છે.
Krushikhoj WhatsApp Group