મજૂરો પાસે રેલવે ભાડું વસૂલશે તેનો મામલો તુલ પકડતો દેખાઇ રહ્યો છે. હવે ભાજપના નેતા અને રાજ્યસભા સભ્ય સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે ભૂખ્યા-તરસ્યા પ્રવાસી મજૂરોને લાવવા માટે રેલવે ભાડું વસૂલવું ભારત સરકારની કેવી નૈતિકતા છે. વિદેશોમાં ફસાયેલા ભારતીયોને એર ઇન્ડિયા દ્વારા મફતમાં લાવવામાં આવ્યા હતા.

https://twitter.com/Swamy39/status/1257153353328455681?s=19 ? સ્વામીની પહેલાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મામલો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે એક બાજુ રેલવે મજૂરો પાસેથી ટિકિટનું ભાડું વસૂલાઇ રહ્યું છે અને બીજીબાજુ રેલવે મંત્રાલય 151 કરોડ રૂપિયાનું ફંડ આપી રહ્યું છે.

સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની ટ્વીટમાં કહ્યું કે જો રેલવેએ ખર્ચ ઉઠાવાનો ઇન્કાર કરી દીધો તો પીએમ કેઅર્સ દ્વારા ચૂકવણી કેમ ના કરી

તેના પર ભાજપ નેતા સંબિત પાત્રાએ કહ્યું કે રાહુલ ગાંધીજી, ગૃહ મંત્રાલયના દિશાનિર્દેશોના મતે કોઇપણ સ્ટેશન પર જવા માટે ટિકિટો વેચાઇ રહી નથી. રેલવેએ 85 ટકા સબ્સિડી આપી છે અને રાજ્ય સરકારો 15 ટકા ભાડું આપશે. રાજ્ય સરકાર ચૂકવણી કરી શકે છે (મધ્યપ્રદેશ સરકાર ચૂકવણી કરી રહ્યું છે.). કોંગ્રેસ સરકાર પણ પાલન કરે.

સાંબિત પાત્રાએ આગળ કહ્યું કે કેટલાંક ટિકિટ પોસ્ટ કરી છે અને સ્પષ્ટીકરણ પૂછયું છે કે જો ટિકિટ વેચાઇ નથી તો શું છે? દરેક શ્રમિક એક્સપ્રેસને ગંતવ્ય માટે લગભગ 1200 ટિકિટ રેલવે દ્વારા રાજ્ય સરકારને અપાય છે. રાજ્ય સરકારની તરફથી ટિકિટની કિંમતને આપ્યા બાદ ટિકિટો મજૂરોને આપી દેવાય છે.

આની પહેલાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ જાહેરાત કરી કે પ્રદેશ કોંગ્રેસ કમિટીના દરેક એકમ શ્રમિક-કામદારોને ઘરે પાછા પહોંચવા માટે રેલવે યાત્રાની ટિકિટનો ખર્ચ ઉઠાવશે અને જરૂરી પગલાં ભરશે.

Krushikhoj WhatsApp Group