ગયા વર્ષે એરંડાનો બજાર ભાવ 1100 રૂપિયા હતો તેથી આ વર્ષે એરંડા 1000 રૂપિયાના ટેકાના ભાવથી ખરીદી કરવામાં આવે તેવી ખેડૂતો ની માંગ છે

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના ( COVID – 19 ) વાયરસની મહામારી , ચાલી રહેલી છે તેના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. જેથી સમગ્ર દેશમાં તમામ ધંધા – રોજગાર સંપૂર્ણ પણે ઠપ રહ્યા છે જેથી હાલ સમગ્ર દેશમાં અન્ય ચીજ વસ્તુઓના ભાવ બે થી ત્રણ ગણા કરીને વેચાણ થઈ રહ્યા છે જ્યારે માત્ર ખેડૂતો જ એવા છે કે જેને પોતાની ખેતીની ઉપજ જેવી શાકભાજી , એરંડા , ચણા , કપાસ , જીરું તેમજ અન્ય પકોના ભાવ આજે પણ સામાન્ય દિવસોના ભાવ થી પણ ખુબજ નીચા ભાવે મજબુરી વેચાણ કરે છે પરંતુ તેજ ખેડૂત હાલ એરંડા માર્કેટમાં વેચાણ કરવા જાય છે ત્યારે સાવ નહિવત ભાવ મળે છે જે ગણતરી મુજબ ખેડૂતોની ઈમાનદારીની પરીક્ષા થઈ રહી છે તેવું લાગે છે

માર્ચ મહિનામાં એરંડાની સિઝન પૂરજોશમાં શરૂ જ થઇ હતી ત્યારે જ દેશભરમાં લોકડાઉન અમલી થયુ . લોકડાઉન શરૂ થયુ ત્યારે રાજ્યના યાર્ડોમાં સરેરાશ રૂ . 800 ની સપાટીએ એરંડાના ભાવ ચાલતા હતા . લોકડાઉનમાં જ્યારે ધીરે ધીરે યાડૅ ખુલવાની શરૂઆત થઇ ત્યારે પણ એરંડાના એક સ્તરે જળવાયેલા હતા જોકે , છેલ્લા એક સપ્તાહમાં એરંડાના સતત મંદી સાથે વેપાર થઇ રહ્યો છે. સોમવારે રાજ્યના યાર્ડોમાં સરેરાશ રૂ . 700 ની સપાટી નીચે એરંડાના ભાવ જોવા મળ્યા. એરંડાના તેલ એટલે કે દિવેલની નિકાસ મુખ્યત્વે ચીનમાં થાય છે . હાલ કોરોના સંકટની સ્થિતિમાં પણ ચીનની ડિમાન્ડ છે. જોકે , ફુડની મંદી તેમજ વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થવાના કારણે એરંડામાં મંદીનો માહોલ સર્જાયો છે .

આ સિઝનમાં ખેડૂતોએ જ્યારે એરંડાની વાવણી કરી ત્યારે હાજર બજારમાં યાર્ડોમાં પ્રતિ મણ રૂ .1100 ની સપાટીએ ભાવ હતા. જોકે , લણણી કરીને વેચવાનો સમય આવ્યો ત્યારે એરંડાના ભાવ ઘટીને રૂ. 700 ની સપાટીએ આવી ગયા એરંડામાં ટેકાના ભાવ પણ જાહેર થતા નથી . આથી ખેડૂતોને નાછુટકે નીચા ભાવે એરંડા વેચવાની ફરજ પડે છે ગુજરાતમાં બનાસકાંઠા , સુરેન્દ્રનગર , મહેસાણા , પાટણ , કચ્છ સહિતના જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં એરંડાનું વાવેતર થાય છે આથી એરંડામાં પણ ટેકાના ભાવ જાહેર થાય એવી માંગ પ્રબળ બની રહી છે .

Krushikhoj WhatsApp Group