ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ એક દિવસીય ભૂખ હડતાળ ખેડૂત આગેવાન જે કે પટેલ, ન્યુઝ નેટવર્ક ચેનલના માલીક વિજયસિંહ રાજપુત, ખેડૂત આગેવાન રામકુંભાઈ કરપડા, ગોવિંદભાઇ, કરશનજી ખેડૂતોના પ્રશ્ને પોતાના ઘરેથીજ એક દિવસના ઉપવાસમાં બેઠા છે, તેમજ ખેડૂતોને વિનંતી છે કે જાગૃત થાઓ, સંગઠીત થાઓ અને પોતાના હક્ક અને અધિકાર સમજો અને તેના માટે સતત લડતા રહો
ખેડૂતો સાથે નેટવર્ક ન્યુઝ ચેનલ તેમનાં તમામ પત્રકાર મિત્રો તેમના માલિક વિજયસિંહ રાજપૂત એક ખેડૂતના નાતે તેઓ તમામ આજે ઉપવાસ પર જોડાયા છે સંપૂર્ણ દેવું માફ અને પાકવીમા ના નાણાં ચૂકવી આપવામાટે ખેડૂતો નું ઉપવાસ આંદોલન કોરાના ની મહામારી મા લોકડાઉન નું ચુસ્તપણે પાલન કરી ડીઝીટલ રીતે આગળ ધપી રહ્યું છે રાજ્ય સરકારની આંખો ઉઘાડવા શરૂ કરાયું આંદોલન ખેડૂતના પ્રશ્નોનું નિરાકરણ નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી
નેટવર્ક ન્યુઝ ચેનલ ગુજરાત મા સંપૂર્ણ દેવું માફ અને પાકવીમા ની રકમ વહેલી તકે ખેડૂતો ને ફાળવવામાં આવે તે માટે આજે પ્રતિક ઉપવાસ… ગુજરાત ના ઈતિહાસમાં ખેડૂતો સાથે નેટવર્ક ન્યુઝ ચેનલ તેમનાં તમામ પત્રકાર મિત્રો તેમના માલિક વિજયસિંહ રાજપૂત એક ખેડૂતના નાતે તેઓ તમામ આજે ઉપવાસ પર છે ખેડૂતો સાથે હમદર્દી થઈ અને ઉપવાસ મા જોડાયેલ ઈતિહાસ મા પણ એક નવી કેડી કંડારી છે
રાજ્ય સરકારની આંખો ઉઘાડવા શરૂ કરાયું આ આંદોલન અને ખેડૂતના પ્રશ્નોનું નિરાકરણ નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ આપી છે, સરકાર ની ખેડૂત વિરોધી નીતિ જોઈ ને ખરેખર દુઃખ થાય છે. અત્યારે લોકડાઉન ના સમય માં ખેડૂત નો માલ વેચતો નથી વેચાઈ તો પૂરતો ભાવ મળતો નથી, પાક વિમો દેવામાં સરકાર વીમા કંપની ને બચાવી ને ખેડૂત ને આત્મહત્યા કરવા મજબૂર કરી રહી છે… ! ખેડૂત નો માલ તો વેચતો નથી તો પાક ધિરાણ કેવી રીતે ભરવું