એરંડાની ટેકાના ભાવે ખરીદી થાય જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે અને સમગ્ર ઉત્તર ગુજરાતના ખેડૂતોને લાભ થાય તે માટે ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરી છે.

ઊંઝા ધારાસભ્યએ કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે એરંડાની ખેત ઉપજ કરતા ખેડૂતોને એરંડાની વાવણીથી લઈ પકવાણી સુધી બિયારણ ખાતર પિયતનો ખર્ચ 1વીઘા દીઠ 5 થી 6 હજાર રૂપિયા સુધીનો થાય છે જ્યારે માર્કેટયાર્ડ કે અન્ય જગ્યાએ ખેડૂતો માલ વેચાણ સારૂ જાય છે ત્યારે મણે 600 થી 700 રૂપિયાનો ભાવ મળે છે આનાથી ખેડૂતોની મજૂરી યાર્ડ થી લઈ જવાનો ખર્ચ જેવી બાબતોને લઈ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી અને ખેડૂતોને નુકસાની વેઠવી પડે છે. એરંડા દિવેલાનો પાક મોટાભાગે ઉત્તર ગુજરાતમા થાય છે. આ મોટાભાગના ખેડૂતો નાના અને સીમાંત છે.

એરંડાની ખેતી કરતા ખેડૂતોની રજૂઆતો થતા ગત વર્ષે એરંડાના ભાવ રૂ 600 થી લઈ રૂ 1100 હતા જે ધ્યાને લઇ એરંડા દિવેલની ખેતી કરતા ખેડૂતોના વિશાળ હિતમા સરકાર દ્વારા એરંડા દિવેલાના ટેકાના ભાવ નક્કી કરી ખરીદી કરવામા આવે તેવી રજૂઆત કરી છે. સમગ્ર ભારત દેશમાં ઉત્તર ગુજરાતમાં એરંડાની ખેતી મોટા પ્રમાણમાં થાય છે ત્યારે ઉત્તર ગુજરાતના ખેડૂતોને એરંડાના પોષણક્ષમ ભાવ ન મળતાં હોવા મુદ્દે કેન્દ્ર સરકારના કૃષિ વિભાગમાં પણ મહેસાણાના સાંસદે આ અગાઉ એરંડાના પોષણક્ષમ ભાવ મુદ્દે રજૂઆત કરી હતી.

Krushikhoj WhatsApp Group