ડૉ.ડી.બી. ભીંસરા*,પ્રો.એન.કે. જાદવ અને ડૉ.પી.ડી. વર્મા

વૈજ્ઞાનિક (પશુપાલન)*, વૈજ્ઞાનિક (બાગાયત) અને વરિષ્ઠ વૈજ્ઞાનિક & વડા

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેડિયાપાડા, નર્મદા-૩૯૩૦૪૦ નવસારી કૃષિ યુનિવર્સિટી

હાલમાં નોવેલ કોરોના વાઇરસ (કોવિડ-૧૯)નું સંક્રમણ વિશ્વવ્યાપીફેલાવો થઈ ગયો છે, ત્યારેનોવેલ કોરોના વાયરસ (કોવિડ-૧૯)કે જે WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. અત્યારે કોરોના વાઇરસ વિષાણુરૂપી મહામારી ફેલાવા માટે મૂળભૂત કારણ એક વ્યક્તિ બીજી સંક્રમિત વ્યક્તિ સાથે સંપર્કમાં આવતા સંક્રમણ ઝડપીથી ફેલાય રહ્યું છે.કોવિડ-૧૯ નો વર્તમાન ફેલાવો એ માનવથી માનવ સંક્રમણનું પરિણામ છે. આજની તારીખમાંરોગના ફેલાવા માટે પાલતુ પશુઓનીકોઈ મહત્વપૂર્ણ ભૂમિકા નથી અને કોઈ પુરાવા પણ નથી.તેમ છતાંપ્રાણીઓ અને લોકો વચ્ચે કેટલીકવાર રોગનોફેલાવોથઈ શકે છે (જેને ઝૂનોટિક રોગ તરીકે ઓળખાય છે).તેથી હજુ પણ ભલામણ કરવામાં આવે છે કે જે લોકો કોવિડ-૧૯ થી બીમાર છે,તેઓ અન્ય પ્રાણીઓ સાથે સંપર્કમાં ના રહે. અત્યારેખેડૂતો અને પશુપાલકો ઉપર પણ લૉકડાઉનસમયગાળાને લીધે આર્થિક પરિસ્થિતિ પર અસર થવા માંડી છે ત્યારે પશુપાલનક્ષેત્રની પ્રવૃત્તિઓમાં કોરોના વાયરસના ચેપ ફેલાવાને ટાળવા અને ગરમીની ઋતુમાંવધારે તાપમાનથી પશુપાલનમાં થતી વિપરીત અસરને રોકવા માટેપશુપાલકોએ સાવચેતીઓનું પાલન કરવુ અનિવાર્ય છે. સાથે સાથે પશુપાલકોએપશુપાલનની પ્રવૃતિ કરતી વખતે પોતાના સ્વાસ્થ્યની પણ કાળજી લેવી આવશ્યક છે. જેમ કેપશુપાલન કાર્યમાં ફેસમાસ્કનો અનિવાર્ય ઉપયોગ, લૉકડાઉનમાંસામાજિક અંતરનું સંપૂર્ણપણે પાલન કરવું, રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ સૂચનાઓનું પાલન કરવું અને આરોગ્ય સેતુ મોબાઇલ એપ ડાઉનલૉડ કરવી.પશુઓની સાર-સંભાળ રાખતી વખતે, સ્વચ્છતાના મૂળભૂત પગલા હંમેશા અમલમાં મૂકવા જોઈએ. હંમેશા પશુઓની સાર-સંભાળ લેતા પહેલાં અને પછી હાથ ધોવા જેમ કે તેમનો ખોરાક- પાણી આપવું અને સાફ સફાઇ કરતી વખતે વગેરે.જે લોકો કોવિડ-૧૯ના સંક્રમણથી બીમાર છે, તેઓએ તેમના પાલતુ પ્રાણીઓસાથે નજીકથી સંપર્ક કરવાનું ટાળવું જોઈએ અને તેમના પશુઓની સંભાળઘરના બીજા સભ્ય દ્વારા રાખવી જોઈએ.

પશુધન ફાર્મમાં શું કરવું અને શું નહીં કરવું

  • પશુધન ફાર્મમાં મુલાકાતીઓની અવરજવરપર પ્રતિબંધરાખો અને બાયોસેક્યુરિટી માટેના પગલાંનું અમલીકરણ કરવું.
  • જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી પશુઓના શેડના પ્રવેશદ્વાર પર સાબુ, પાણીની ડોલ અને હેન્ડ સેનિટાઈઝર રાખો અને પશુધન ફાર્મમાં તમામ માનવ સંસાધનોને સૂચના આપો કેહાથ અને પગ નિયમિત પણે ૨ થી ૩ કલાકના અંતરે યોગ્ય સેનિટાઇઝર / સાબુથી ધોવા સાથે સાફ કરો.
  • પશુધન ફાર્મમાં આવતા શ્રમયોગી માટે ફેશમાસ્ક પહેરવું અનિવાર્ય હોવું જોઈએ, થર્મલ સ્કેન કરાવવું જોઈએ અથવા તેમના આરોગ્ય માટે દૈનિક ધોરણે પૂછવામાં આવવું જોઈએ અને યોગ્ય સેનિટાઇઝરથી સ્વચ્છતા અને સામાજિક સ્તરે અન્ય લોકોથી  અંતર રાખી કામગીરી કરવી જોઇએ જેવી કે પશુઓના શેડની સફાઇ કરતી વખતે, ઘાસચારો-પાણી આપતી વખતે અને દૂધ દોહન વખતે વગેરે..
  • આ સમય દરમિયાન પશુપાલનની કામગીરી સાથે સંકળાયેલા શ્રમયોગી માટે કામગીરી અનુરૂપ સંખ્યામાં ઘટાડો કરો અનેતેમના સ્વાસ્થ્યને જોખમમાં મૂક્યા વિના કામગીરી કરાવો.
  • જો કોઈશ્રમયોગી બીમાર જણાય, તો રોગના ફેલાવાને રોકવા માટે આરોગ્યપ્રદ ધોરણે પગલા લેવા જોઈએ.
  • પશુ ફાર્મના ઉપકરણો નિયમિતપણે સાફ-સફાઇઅને પશુ રહેઠાણની સ્વચ્છતા જાળવવી જોઈએ.
  • લૉકડાઉન સમયગાળા દરમિયાન પશુઓની જરૂરિયાત મુજમ ખાન-દાણ, ઘાસચારો નો સંગ્રહ રાખવો જોઈએ.
  • પશુઓના આરોગ્ય અને ઉત્પાદકતા જાળવી રાખવા માટે ખોરાક, પશુઓના આવાસ (સ્વચ્છ, શુષ્ક અને હવાની અવરજવર વાળું), પાણી અને સામાન્ય સ્વચ્છતા સંબંધિત સારી વ્યવસ્થાપન પદ્ધતિઓનું પાલન કરો.
  • પશુઓનું કોઈપણ અસામાન્ય વર્તન / શારીરિક સ્થિતિ/ માનસિક વલણ / ખોરાક લેવાની વૃતિ / વાગોળવાની ક્રિયા / મળ-મૂત્રનું દરરોજ (સવારે અને સાંજે) બે વાર પશુઓનું નિરીક્ષણ કરો અને જો જરૂરી હોય તો પશુચિકિત્સકની સલાહ લો.
  • બીમાર પશુ હોય તો તેને અલગ કરો અને આકસ્મિક આવશ્યકતા પરિસ્થિતિમાં નજીકની પશુ ચિકિત્સાલય નો સંપર્ક કરવો.
  • પશુઓમાં રસીકરણથી વધારે રોગ પ્રતિકારક શક્તિ મેળવવા માટે ઓછામાં ઓછા ૧૫દિવસ પહેલા કૃમિનાશક દવા આપવી.
  • ખારવા-મોવસા, ગળસુંઢો (ગાય અને ભેંસ), અને પીપીઆર (બકરાઓ)ના રોગો સામે રસીકરણ માટે પશુચિકિત્સક અથવા પશુધન નિરીક્ષકનો સંપર્ક કરો.
  • રાષ્ટ્રવ્યાપી ખરવા- મોવાસા (Foot and Mouth Disease)રોગને અટકાવવા અને નિયંત્રણ અન્વયે ગુજરાત રાજ્યમાં ઘનિષ્ઠ રસીકરણ અભિયાન તા. ૧૧.૦૫.૨૦૨૦ થી ૩૦.૦૬.૨૦૨૦ સમયગાળા  દરમિયાન થઈ રહ્યુ છે ત્યારે બધા જ પશુપાલકોને નમ્ર અપીલ છે કે પોતાના ગાય, ભેંસ, ઘેટાં,અને બકરાં વર્ગના પશુમાંFMD રસીકરણ થાય એ સુનિશ્ચિત કરે અને આ FMD રસીકરણ અભિયાનમાં બધા જ સાથ અને સહકાર આપે એવી નમ્ર વિનંતિ.
  • સગર્ભા પ્રાણીઓ સિવાય બધાજ પશુઓને બાહ્ય અને આંતરિક પરોપજીવીઓ માટે પરોપજીવીનાશક દવા પશુચિકિત્સકની સલાહ મુજબ આપવી.
  • પશુના ખોરાકમાં રોગપ્રતિકારક શક્તિ વધારનાર હર્બલપૂરક ખોરાક આપવાથી પશુઓની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
  • પશુઓની નિયમિત પ્રજનન સેવાઓ (કૃત્રિમ ગર્ભાધાન અને ગર્ભાવસ્થા નિદાન) અને વિશિષ્ટ સમસ્યાઓ (વંધ્યત્વ,ડિસ્ટોકીયા અને સારવાર) માટે પશુચિકિત્સાલયની  મુલાકાત ઓછી કરોઅને બને ત્યાં સુધી પશુચિકિત્સક નો સંપર્ક કરી ઘરે આવી સેવાઓ ઉપલબ્દ કરાવો.
  • આ સમય દરમિયાન (મે અને જૂન) તાપમાનમાં વધારો હોવા છતાં, ભારતીય સ્વદેશી ગાયોની ઓલાદોમાં મોટાભાગના પશુઓમાં અનુકૂળ સંવર્ધનનો સમય હોય છે અને મોટા ભાગના પશુમાં ગરમીમાં આવવાના ચિહ્નો દર્શાવે છે.
  • પશુઓમાં વેતરના તપાસ પર વધુ ધ્યાન આપો, વેતરે આવેલા પશુઓને જાણવા માટેખાસ કરીને વહેલી સવારે અથવા મોડી સાંજે  પશુધનની મુલાકાત લેવી / નિરીક્ષણ કરવું જેથી કરીને કુત્રિમ બીજદાન સમયસર કરાવી શકાય.
  • પશુના પાણી લેવાની માત્રાનું નિરીક્ષણ કરવું જોઈએ અને ગરમીના તણાવથી બચાવવા માટે યોગ્ય વ્યવસ્થાપન કરવું જોઈએ.
  • બપોરના સમયે ભેંસોનેઠંડા પાણીથી સ્નાન કરાવવું( વિશેષ સગર્ભા ભેંસોને) જેથી કરીને ઋતુકાળ/ગર્ભાવસ્થા ઉપર ઉનાળાની પ્રતિકૂળ અસરને અટકાવી શકાય& સખત ગરમીના લીધે પ્રારંભિક ગર્ભાવસ્તા મૃત્યુ / ગર્ભપાત અટકાવી શકાય.
  • ડિહાઇડ્રેશન, લૂ લાગવાથી થતી પીડા અને નવજાત વાછરડામાં મૃત્યુને રોકવા માટે નવજાત વાછરડાને પૂરતું દૂધ અથવા ઇલેક્ટ્રોલાઇટ પાણી પ્રદાન કરો.
  • પશુધન ફાર્મમાં તમામ માનવ સંસાધનોને આરોગ્ય સેતુ એપ્લિકેશનને ફરજિયાત રીતે ડાઉનલૉડ કરવાની સલાહ આપવી જોઈએ.

પશુઓમાં ઉનાળાઋતુ દરમિયાન વ્યવસ્થાપન

  • દિવસના ગરમ સમયગાળા દરમિયાન પ્રાણીઓને ચરવા બહાર નાલઈ જવું.
  • ૨૪ કલાક ચોખ્ખા અને ઠંડા પીવાના પાણીની ઉપલબ્ધતાની ખાતરી કરો.
  • પ્રાણીઓને લીલો ઘાસચારો / સાઇલેજ ખવડાવો, ઘઉંની કુશકીનું પ્રમાણ વધારવું અને ગરમીના તાણથી બચાવવા માટે દાણ ભથ્થામાં ખનિજ મિશ્રણ આપવું.
  • દૂધના ઉત્પાદન પર ગરમીના તણાવની પ્રતિકૂળ અસરને રોકવા માટે ભેંસ અને ક્રોસબ્રીડ પશુઓ પરઠંડા પાણીનો છટકાવ કરવો.

મરઘાં

  • પક્ષીઓમાં ગરમીના તણાવને રોકવા માટે, શુધ્ધ અને ઠંડા પીવાના પાણીની ૨૪ કલાક ઉપલબ્ધતાની ખાતરી કરો અને ભીનાં કંતાનના થેલાથી અવરોધો બનાવીને પક્ષીઓને ગરમ હવાથી સુરક્ષિત કરો.
  • સવાર, સાંજના સમયે પક્ષીઓને ખોરાક આપવો.
  • પીવાના પાણીમાં ઇલેક્ટ્રોલાઇટ્સ અને વિટામિન પૂરક ઉમેરો.

મત્સ્ય-ઉદ્યોગ

  • ચોમાસા પહેલા નવા તળાવો ખોદીને તૈયાર રાખવા અને હાલના તળાવો, ગિયર્સ,ક્રાફ્ટ,પાંજરાને સાફ/ મરામત કરાવવું.
  • જો પાણીના તાપમાનમાં ૩-૪ °C નો વધારો થાય, તો તળાવના પાણીના નિયમિત ધોરણે વિનિમય કરો અને માછલી માટે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન સુનિશ્ચિત કરવા માટે એઇરેટરનો ઉપયોગ કરો.
  • ઉનાળા ઋતુ દરમિયાન કુદરતી ખાદ્ય જીવોનું ઉત્પાદન તળાવમાંવધુથાય છે, જે માછલીઓના વિકાસમાં વૃધ્ધિ કરે છે પરંતુ તે જ સમયે ઓક્સિજનના ઘટાડા અને ઝેરી વાયુઓનું ઉત્પાદન થવાની સંભાવના વધી જાય છે, જેથીખેડુતોએ દર ત્રણ મહિનાના અંતરે ઝિઓલાઇટનો ઉપયોગ કરવો જોઇએ
  • કાર્પના બીજ ઉત્પાદન સાથેસંકળાયેલા ખેડુતોએ સંવર્ધક માછલીઓને પૂરતા પ્રમાણમાં પોષક તત્વોથીભરપૂર ખોરાક આપવો જોઈએ જેથી તેઓ ચોમાસાની તૈયારી હોય ત્યારે માછલીના સ્પાન / ફ્રાયની પ્રથમ બેચ મેળવી શકાય.
  • વધારે તાપમાન સામે લડવા માટે દિવસમાં બે વાર માછલીઓને પોષક તત્વોથી ભરપૂર આહાર આપવો.

હાલમાં જ્યાં સુધી કોરોના ની કોઈ મેડિસિન નથી આવી અને જ્યાં સુધી વેક્સિન નથી શોધાય ત્યાં સુધી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારીને કોવિડ૧૯ના સંક્રમણથી બચી શકાય શકાય છે.હાલમાં કોરોના પોઝિટિવ  દર્દીના શરીરમાં જેટલું જલ્દી એન્ટીબોડી બને તેટલો વહેલો રિકવર થતો હોય છે. સુમુલ ડેરીએ કોરોના ના સંક્રમણ સામે લડવા  નવું ઉત્પાદન શરૂઆત કરી છે જેનું નામ છે “Immune power”,જે શ્રેષ્ઠ રોગ પ્રતિકારક શક્તિ વધારનાર સ્ત્રોત છે અને ગાયના  કોલોસ્ટ્રમ  દૂધ માંથી બનાવેલ છે. ઇમ્યૂન પાવરમાં વધારે પ્રમાણમાં એન્ટિબોડી રહેલ હોવાથી  કોરોના પોઝિટિવ દર્દી શરીરમાં એન્ટિબોડીનું પ્રમાણ વધવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે જેથી કરીને કોરોના પોઝિટિવ દર્દીને સ્વસ્થ થવા મદદરૂપ થઇ શકે છે. સુમુલ કહે છે: દહીં, છાશ, ચીઝ અને પ્રોબાયોટિક્સનો ઉપયોગ કરો, કોરોના (કોવિડ૧૯)ના ચેપને ટાળો.

*****ઘરમાં રહો, સુરક્ષિત રહો અને કોવિડ-૧૯ને અટકાવો*****

Krushikhoj WhatsApp Group