મોરબી : ચાલુ સાલ ખરીફ સિઝનમાં મોરબી જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં કપાસ પાકનું વાવેતર થયેલ છે. જિલ્લાના ખેડૂતોએ કપાસ પાકમાં આવતી ગુલાબી ઈયળના નિયત્રણ માટે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષવા હેકટરે ૪૦ ની સંખ્યામાં ફેરોમેન ટ્રેપ ગોઠવવા, દવાનો છંટકાવ કરતા પહેલા કપાસના છોડ પરથી વિકૃત થઇ ગયેલી ફૂલ/ભમરી તોડી લઇ ઈયળ સહિત નાશ કરવો, બીવેરીયા બેસીયાનાનો હેક્ટરદીઠ ૨૫ કિલો પ્રમાણે છંટકાવ કરવો.તેમજ સતત નિયંત્રિત પિયત આપવું.

જો વધુ પ્રમાણમાં ઉપદ્રવ જોવા મળે તો રાસાણિક દવાઓ જેવી કે કવીનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિલી અથવા ક્લોરપયારીફોસ ૨૦ ઇસી ૨૦ મિલી અથવા પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૧૦ મિલી અથવા સાયપરમેથ્રીન ૨૫ ઇસી ૦૪ મિલી અથવા આલ્ફાસાયપરમેથ્રીન ૧૦ ઇસી ૧૦ મિલી અથવા સ્પીનોસાડ ૪૫ એસસી ૦૩ મિલી અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૩ ગ્રામ અથવા ડેલ્ટામેથ્રીન ૧% + ટ્રાયઝોફોસ ૩૫% ઇસી ૧૦ મિલી અથવા ક્લોરપયારીફોસ ૧૬% + આલ્ફાસાયપરમેથ્રીન ૧% ઇસી ૧૦ મિલી અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઈસી ૧૦ મિલી અથવા થાયોડીકાર્બ ૭૫ WP ૧૦ ગ્રામ કીટનાશક દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી વારાફરતી છંટકાવ કરવો, તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

Krushikhoj WhatsApp Group