મોરબી જિલ્લા મા ખેડૂત અને આગેવાને એક દિવસીય પ્રતીક ઉપવાસ કર્યા ડીઝીટલ આંદોલનમાં માંગણી કરવામાં આવી છે કે ખેડૂતોના ચડતા દેવા માફ કરવામાં આવે, પાક વીમાનું નિશ્ચિત વળતર અને ખેતપેદાશના યોગ્ય ભાવ આપવામાં આવે. આ ઉપરાંત તાજેતરમાં રાજકોટ ખાતે ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયા પર જે પોલીસ કાર્યવાહી કરવામાં આવી તે સઁદર્ભે તેઓને ત્વરિત ઉચિત ન્યાય મળે એ માટે વાંકાનેર ના ધારાસભ્ય શ્રી જાવેદ પીરજાદા એ એક દિવસના પ્રતીક ઉપવાસ કરીને અન્ય ખેડૂતો અને આગેવાનો ને પણ આ આંદોલનમાં જોડાવાનું આહવાન કર્યું હતું
જગતતાત ડીજીટલ આંદોલન મા ખુલી ને જાહેર સમર્થન આપનાર આ ગુજરાત ના પ્રથમ ધારાસભ્ય છે તે માટે ગૌરવ ની વાત કાસ કે ગુજરાતના દરેક ધારાસભ્યો આવા હોય !
જેમાં આ આંદોલન ના સમર્થનમા આજે વાંકાનેર થી વાંકાનેર વિસ્તારના ખેડુતો દ્વારા જગતતાત આંદોલન ના માધ્યમથી પ્રતિક ઉપવાસ છાવણી રાતીદેવરી તીથવા પાંચદ્વરકા સિંધાવદર ગામે છાવણી ની મુલાકાત લીધી આ સાથે ઉપસ્થિત ખેડુત નેતા ઈરફાન પીરઝાદા એપીએમસી ચેરમેન શકિલ પીરઝાદા તેમજ જગતતાત ડિજિટલ આંદોલન ના પ્રણેતા જગતતાત જે.કે ભાઈ તેમજ વિસ્તારના ખેડુત આગેવાન હાજર રહીયા અને ખેડુતો ના પ્રશ્નો સોસીયલ મિડીયા દ્વારા સરકાર સુધી પોહચાડી અને ખેડુતો ન્યાય મલે તેવી માંગણી કરી.
મોરબી માંથી કાંતિભાઈ બાવરવા અને જગતના તાત યોદ્ધા ની ટીમ
માળીયા માંથી માળિયા તાલુકા સરપંચ એસોસિયેશનના પ્રમુખ શ્રી કુલદીપસિંહ દીપકભાઈ ગઢવી સાથે જગતના તાત યોદ્ધાઓની ટીમ
ટંકારા માંથી ગૌતમભાઈ વામજા રમેશભાઈ ખાખરીયા તેમજ ટંકારા તાલુક ના જગતતાત યોદ્ધાઓ અને જગતના તાત મિત્રો
ખેડૂત આગેવાને પણ ઉપવાસ કર્યા હતા અને આંદોલનને સમર્થન પૂરું પાડ્યું હતું, ખેડૂતોને પાકવીમાનું વળતર આપો અને ખેડૂતોનું દેવું માફ કરવાની માંગ સાથે ખેડૂતો દ્વારા ડીજીટલ આંદોલન કરી ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું
ગુજરાત લેવલે ચાલી રહેલ ડીજીટલ આંદોલનમાં જોડાયા હતા, ખેડૂતોના પાક્વીમાં વળતર અને દેવું માફ કરવાની માંગ સાથે સૂર્યોદયથી સુર્યાસ્ત સુધી ખેડૂતોએ ઉપવાસ કરી સમર્થન આપ્યું હતું. જેમાં અલગ અલગ વિસ્તારમાં ખેડૂત આગેવાનોએ અલગ અલગ દિવસે એક દિવસના પ્રતિક ઉપવાસ કરે છે લોકડાઉન ના નિયમો નું ચુસ્ત પાલન કરી પોતાના ખેતર કે ઘરે પ્રતિક ઉપવાસ કરી સમર્થન આપ્યું હતું ખેડૂત આંદોલનને વેગવંતુ બનાવ્યું હતું.