બનાસકાંઠા જિલ્લાના બટાકાના હબ ગણાતા ડીસા-ભીલડીપંથકમાં આ વર્ષ પુષ્કળ પ્રમાણમાં બટાકાનું ઉત્પાદન થયું છે. જોકે, ખરા ટાઇમે જ તેના ભાવ ગગડી જતાં ખેડૂતોને માથે હાથ દઇને રોવાનો વખત આવ્યો છે. કુદરતી કુદરતી થાપટો ખાઇને બિચારા બાપડા બની ગયેલા જગતના તાતની સ્થિતિ કોફોડી બની ગઇ છે.
ડીસા- ભીલડીપંથકમાં ગત વર્ષે અપ્રમાણસર વરસાદ તે પછી વાવાઝોડા અને કમોસમી વરસાદ, હિમ પ્રપાતને કારણે ખેતીના પાકોને વ્યાપક પ્રમાણમાં નૂકસાન થયું હતું. આવી સ્થિતિ વચ્ચે પણ પુષ્કળ પ્રમાણમાં બટાકાનું ઉત્પાદન થયું છે. જોકે, ખરા ટાઇમે જ તેના ભાવ ગગડી જતાં ખેડૂતોને માથે હાથ દઇને રોવાનો વખત આવ્યો છે. કુદરતી થાપટો ખાઇને બિચારા બાપડા બની ગયેલા જગતના તાતની સ્થિતિ કોફોડી બની ગઇ છે. બટાકા વાવનાર ખેડૂતોએ રૂ.2000થી 2500ના ભાવનું બિયારણ લઇને પોતાના ખેતરમા વાવેતર કર્યું હતું, પરંતુ ભાવ ન મળતાં ખેડૂતોએ પોતાના ખેતરમાં સંગ્રહ કરીને બેઠા છે. કોઇ વેપારી ખેડૂતોના બટાકા લેવા તૈયાર નથી. જેને લઇને ખેડૂતો સસ્તા ભાવે બટાકા વેચવા મજબુર બન્યા છે.
ઉંચા ભાવનું બિયારણ અને મોંઘા ભાવનું ખાતર તેમજ દવાઓ લાવીને બટાકાનું વાવેતર કર્યું હતું. જોકે હાલ અચનાક ભાવ ગગડતા કોઇ વેપારી બટાકા લેવા તૈયાર પણ નથી. ખેડૂત પોતાના ખેતરમાં ચાર માસ રાત દિવસ મહેનત કરીને પોતાનો માલ પકવીને 70 થી 150 સુધી બટાકા મણના ભાવ વેચવા તૈયાર છે. છતાં કોઇ વેપારી બટાકા લેવા તૈયાર નથી. ખેડૂત પોતાની સિઝન પર આશા રાખીને 12 મહિનાથી ખેડૂતોએ પોતાની આશા માત્ર એક સિઝન પર હોય છે. જેમાં ગત વર્ષ બટાકામાં તેજી હોવાથી આ સાલ ખેડૂતોએ આ વર્ષે મોઘા બિયારણો લાઇને વાવેતર કર્યું હતું.
પરંતુ બટાકા કોઇ ના ખરીદતા ખેડૂતો પોતાના બટાકા ખેતરમાં ઢગલા કરીને વેપારીઓની રાહ જોઇને બેઠો છે. પણ કોઇ ખરીદી કરવા ના આવતા ખેડુત એ મજબુર થઇને પોતાનો ખર્ચે બટાકા કોલ્ડસ્ટોરેજ મા મુકવા મજબુર બન્યા છે. ખેડુતોને ઉધાર ખાતર બિયારણ અને કોઇ લગ્ન કે પ્રસંગ સિઝનના હિસાબે કરતો હોય છે. પરંતુ બટાકા ન વેચાતા ખેડુત આત્મા હત્યા કરવા મજબુર બન્યો છે એક બાજુ સરકાર ખેડુતોની આવક બમણી કરવાની વાતો કરે છે. પરંતુ ખેડુતો ને પોતાનો માલ નો ભાવ પણ મળતો નથી. તો ટેકાના ભાવે બટાકા ખરીદવામાં આવે તેવી ખેડુતોની માગ છે.