એરંડા મા તેજી સાથે વેપાર એરંડા બજાર રૂ.900ની
સપાટી કૂદાવી હો !

છેલ્લા થોડા દિવસોથી એરંડામાં સતત તેજી સાથે વેપાર થઇ રહ્યો છે . આ કારણે સપ્તાહના પ્રારંભે સોમ-મંગળવારે રાજ્યભરના અનેક માર્કેટયાર્ડોમાં એરંડાના ભાવ રૂ .900 ને પાર પહોંચ્યા હતા . એરંડાને લણવાની કામગીરી રાજ્યભરમાં ચાલુ છે . જોકે , નીચા ભાવના કારણે બજારની અપેક્ષા પ્રમાણે આવકો ન થઇ રહી હોવાનું વેપારીઓ જણાવે છે . આ કારણે એરંડામાં છેલ્લા થોડા દિવસોથી તેજી સાથે વેપાર થઇ રહ્યો છે. આજે અત્યરે 9:30 AM ના સમયે એનસીડીઇએક્સ ઉપર એરંડાના એપ્રિલ વાયદો 4630 ના ભાવ ચાલે છે

છેલ્લા બે દિવસથી એરંડા બજારને ગમે ત્યાંથી હૂંફ મળી છે બજારો પ્રતિ 20 કિલો રૂ.900 ને પાર કરી ગઇ છે. એક વાત સ્પષ્ટ છે કે ગત વર્ષની તુલનાએ એરંડાનું વાવેતર આ વર્ષે ખેડૂતોના મતે 25 ટકા જેવું તો કપાયું જ છે. બીજી તરફ છેલ્લા દિવસોમાં વિપરીત હવામાનને કારણે મોટાભાગે ખેતરોમાંથી એરંડાનો પાક માર્ચ એન્ડ સુધીમાં નીકળી જવાની વાત છે અતિ તાપમાન ઉંચુ જવાની અસરથી પાક વહેલો પુરો થઇ જશે. એક તો સતત વરસાદને કારણે એરંડાના વાવેતર લેઇટ થયા હતા. આમ એરંડો ખેતરોમાં ઉભો રહી પાકવાનો સમય ગાળો
જ ઓછો મળ્યો હોવાથી ધારેલ ઉત્પાદનમાં ચોક્કસ ઘટ દેખાશે. છેલ્લા દોઢેક વર્ષથી એરંડાને બજારે મરણ પથારીએ લાવી દીધો છે હવે ખેડૂતો પણ એરંડાની ખેતીથી કંટાળ્યા છે.

એરંડાની બજારનો કોણ દોરી સંચાર કરે છે, ઇ આટલા વર્ષોમાં સમજાણું જ નથી. એરંડાની માર્કેટ તેજીની પટરી પર ચડે એટલે સરકારની સેબી તલવાર લઇને ઉભી જ હોય, માર્જિન લાદવા માટે. સુરેન્દ્રનગરના પાટડી પંથકના ખેડૂત કહે છે કે એક સમય હતો, ખરીફમાં અમારો મુખ્ય પાક એરંડો એક માત્ર હતો, આજે એરંડો છોડી ખેડૂતો ટુકાગાળાના અન્ય પાકો તરફ વળી રહ્યાં છે. નજીકના ભવિષ્યમાં એરંડાની બજારો રૂ.1000 ઉપર ટકેલી રહેશે નહીં તો સમજોને કે વહેલી તકે એરંડો ઉત્તર ગુજરાતમાંથી તો લુપ્ત થઇ જશે !!!

Krushikhoj WhatsApp Group