હવે ખેતી નું પણ ખાનગી કરણ ? ઉદ્યોગકારોને ખેતી કરશે અને ખેડૂતો ને કામ ઉપર રાખશે ! રિલાયન્સ દ્વારા શરૂ થઈ ગતિવિધિ ?

ગુજરાતમાં હવે ખેતી પણ ખાનગીકરણ તરફ ધકેલાઈ રહયા ની વાતો સપાટી ઉપર આવી રહી છે અને ઉદ્યોગોને ખરાબાની કે પડતર જમીન લઈને તેમાં સુધારા વધારા કરી તેમાં ખેતી કરી ખેડૂતોને કામ પર રાખીને ખેતીનુ પણ ઉદ્યોગીકરણ કરવા અંગે બજેટ ની જોગવાઈ હોવાની વાતો વચ્ચે રિલાયન્સ ગ્રુપ જમીનમાં રોકાણ કરવા તજવીજ શરૂ કરી હોવાની ચર્ચાઓ એ ભારે ચકચાર જગાવી છે.

જૂનાગઢ ના ભેસાણના સામતપરામાં રિલાયન્સ દ્વારા જમીન ખરીદ્યાની અટકળો તેજ બની છે અને આજે અંબાણી પરિવાર સામતપરાની મુલાકાત લેશે
જૂનાગઢ ભેંસાણમાં રિલાયન્સ ગ્રુપે જમીન ખરીદ્યાની ચર્ચાઓ થઈ રહી છે. ભેંસાણના સામતપરા ગામે જમીન ખરીદ્યાનો ગણગણાટ છે. આજે અંબાણી પરિવાર સામતપરાની મુલાકાત લેશે. જેને લઈને રિલાયન્સ ગ્રુપ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ છે. અંબાણી પરિવારના આગમનને લઇ હેલિપેડ તૈયાર કરાયુ છે. સામતપરા ગામના ફાર્મમાં અંબાણી પરિવાર રોકાણ કરી શકે છે.
ગુજરાતના આ વખતના બજેટમાં ઉદ્યોગોને ખરાબાની કે પડતર જમીન લઈને તેમાં સુધારા વધારા કરી તેમાં ખેતી કરી ખેડૂતોને કામ પર રાખીને ખેતીનુ પણ ઉદ્યોગીકરણ કરવાની સરકારી નીતિ હોવાની વાતો બહાર આવી છે ત્યારે હવે રિલાયન્સની આ સૂચક મુલાકાતને લઈ અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે

બીજી એક એવી પણ ચર્ચા છે કે સામતપરા ગામ પાસે સિંહ દર્શન અને આધુનિક ઝૂ બનાવવાની રિલાયન્સ ગ્રુપની યોજના હોવાનું પણ ચર્ચાય રહ્યુ છે .

Krushikhoj WhatsApp Group