મોરબી માર્કેટિંગ યાર્ડની 19 વર્ષ બાદ યોજાયેલ ચૂંટણીમાં ગઈ કાલે મતગણતરીના અંતે રાત્રે 12 વાગ્યે તમામ બેઠકોના પરિણામ જાહેર થયા છે જેમાં કુલ 16 બેઠકો પૈકી 13 બેઠકો ઉપર ભાજપ પ્રેરિત મગનભાઈ વડાવીયાની પેનલનો જયજયકાર થયો છે અને ધારાસભ્ય લલતીતભાઈ કગથરાને પણ હારનો સામનો કરવો પડ્યો છે
મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ગઈ કાલે પહેલી એપ્રિલ ના રોજ સવારે પ્રથમ ખરીદ વેચાણ સંઘ અને વેપારી પેનલની મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં
ખરીદ વેચાણ સંઘ વિભાગમાં ભાજપના મગનભાઈ વડાવિયા અને મનહરભાઈ ગાંડુભાઇ બાવરવાનો વિજય થયો હતો
જયારે વેપારી પેનલમાં કોંગ્રેસ પ્રેરિત છત્રોલા ભરતભાઇ, બાવરવા કિશોરભાઇ અને ઢેઢી શશિકાંતનો વિજય થયો હતો અને એક બેઠક ઉપર ભાજપ પ્રેરિત કેશુભાઇ રૈયાણીનો વિજય થતા વેપારી વિભાગમાં ત્રણ બેઠકો ઉપર કોંગ્રેસનો હાથ મજબૂત થયો હતો.
જો કે ખેડૂત વિભાગની 10 બેઠક માટે કુલ 21 ઉમેદવારો મેદાનમાં હોય કુલ 69 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી અને
રાત્રીના 12 વાગ્યે તમામ 10 બેઠકો ઉપર ભાજપ પ્રેરિત મગનભાઈ વડાવીયાની સહકાર પેનલનો વિજય થતા માર્કેટિંગ યાર્ડમાં સતા પરિવર્તન ને બદલે પુનરાવર્તન થયું છે અને ફરી મગનભાઈ વડાવીયા ચેરમેન તરીકે બિરાજશે.
માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવારના નામ પેનલ વાઇઝ નીચે મુજબ છે.
ખરીદ વેચાણ સંઘ વિભાગ
(1) મગનભાઈ ધનજીભાઈ વડાવિયા (સહકાર પેનલ )
(2) મનહરભાઈ ગાંડુભાઇ બાવરવા (સહકાર પેનલ )
વેપારી વિભાગ
(1) કિશોરભાઈ થોભણભાઈ બાવરવા (પરિવર્તન પેનલ )
(2) ભરતભાઈ ઓધવજીભાઈ છત્રોલા (પરિવર્તન પેનલ )
(3) કેશવજીભાઇ લવજીભાઈ રૈયાણી (સહકાર પેનલ)
(4) શશીકાંત ભગવાનજીભાઈ ઢેઢી (પરિવર્તન પેનલ)
ખેડૂત વિભાગ
(1) હીરજીભાઈ કેશવજીભાઇ અમૃતિયા (સહકાર પેનલ)
(2) પરસોતમભાઇ અવચરભાઈ કૈલા (સહકાર પેનલ)
(3) ધ્રુવકુમારસિંહ પ્રહલાદસિંહ જાડેજા (સહકાર પેનલ)
(4) આપાભાઈ કાળુભાઇ બોરીચા (સહકાર પેનલ)
(5) ભવાનભાઈ કુંવરજીભાઇ ભાગીયા (સહકાર પેનલ)
(6) મનસુખભાઇ નરશીભાઈ ભાડજા (સહકાર પેનલ)
(7) ભરતભાઈ કરમશીભાઇ ભાલોડીયા (સહકાર પેનલ)
(8) હરિલાલ મોહનભાઇ મોરડીયા (સહકાર પેનલ)
(9) વિનોદભાઈ ગોરધનભાઈ લોરિયા (સહકાર પેનલ)
(10) વિજયકુમાર ધીરુભાઈ હુંબલ (સહકાર પેનલ)