જીરું ઓલ ટાઈમ હાઈ જીરૂમાં આગઝરતી તેજીઃ પાકને નુકશાન અને જબરી નિકાસમાંગથી ભાવ ઓલટાઇમ ઉંચા

દિવાળી બાદથી જીરામાં એકધારી તેજી સાથે વેપા૨ થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં જ જીરાના ભાવમાં રૂ.450 થી રૂ.600 નો વધારો જોવા મળ્યો છે. હાલ રાજ્યના અનેક વિસ્તારમાં  5000 + રૂપિયા ઉપર  જીરામાં વેપાર થઇ રહ્યો છે. જીરૂના ભાવમાં સતત ઉછાળાના પગલે રોજબરોજ નવી ઐતિહાસિક સપાટી જોવા મળી રહી છે.

આજે વધુ ૧૦૦ રૂપીયાના ઉછાળા સાથે જીરૂના ભાવ ઊંજા યાર્ડમાં 5470 અને રાજકોટ યાર્ડ માં ૫૩૫૧ રૂપીયાની નવી વિક્રમજનક સપાટી બનાવી છે. રાજકોટ યાર્ડમાં આજે જીરૂની ૧૦૫૦ કવીન્ટલની આવક હતી. જીરૂ એક મણના ભાવ ૪૧૦૦ થી ૫૩૫૧ રૂપીયાના ભાવે સોદા પડયા હતા.

ગત સોમવારે જીરૂના ભાવે ૫૧૦૦ રૂપીયાની નવી સપાટી બનાવી હતી. મંગળવારે ભાવ સ્થિર રહયા બાદ ગઇકાલે વધુ ૧૦૦ રૂપીયાના ઉછાળા બાદ આજે વધુ ૧૦૦ રૂપીયાનો ભાવવધારો થતા ૫૩૫૦ રૂપીયાની નવી ઓલ ટાઇમ હાઇ સપાટી બનાવી છે

જીરું ના ભાવ ઐતિહાસિક સપાટીએ વાયદા બજાર મા જીરા નો ભાવ 27400 પહોંચ્યો

જીરા માં થઇ રહેલ હાલની તેજી માટે મુખ્ય આ પરિબળો જવાબદાર છે. આ સિઝનમાં જીરાનું ઉત્પાદન 50 લાખ બોરીથી પણ ઓછુ થયુ હોવાની સંભાવના છે. હાલની સ્થિતિએ કેરીઓવર સ્ટોક સાવ ઓછો છે. નવો માલ આવતા હજુ બે મહિનાનો સમય લાગી જાય એવુ હોવાથી હાલ લેવાલી વધી હોવાથી ભાવમાં સુધારો જોવા મળ્યો છે. ચાલુ વર્ષે જીરૂનું વાવેતર ઓછુ થતા અને ગત વર્ષે જીરૂનો પાક બગડી જતા હાજર માલની ખેંચ સામે ડીમાન્ડ નિકળતા જીરૂના ભાવમાં સતત ઉછાળો થઇ રહયો છે.

આગામી દિવસોમાં હજુ પણ નવી ભાવ સપાટી જોવા મળે તો નવાઇ નહી તેમ વેપારી સુત્રોએ જણાવ્યું છે હાલ ની તેજીનું બીજુ કારણ વાવેતરનો વિસ્તાર છે. ગુજરાત સરકાર દ્વારા ગત 12 ડિસેમ્બરે જાહેર થયેલા આંકડાઓ પ્રમાણે રાજ્યમાં 224140 હેક્ટરમાં જીરાનું વાવેતર નોંધાયુ છે. જે ગત વર્ષે થયેલ વાવેતર કરતા પણ થોડુ ઓછુ છે. આ વખતે જીરાના ભાવ ઉંચા હોવાથી વાવેતરમાં નોંધપાત્ર વધારો થશે એવી આશા બજારને હતી. જોકે, સરકારે જાહેર કરેલ તાજા આંકડાઓમાં જીરાના વાવેતરની સ્થિતિ અલગ જ જોવા મળી છે. આથી ઓછા વાવેતરના અહેવાલોના પગલે પણ હાલ જીરાની તેજીને વેગ મળ્યો છે.

Krushikhoj WhatsApp Group