ગુજરાતમાં કપાસના ભાવમાં થયો ધરખમ ઘટાડો, જાણો કેટલો છે મણનો ભાવ
રાજ્યમાં કપાસના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. સીઝનની શરૂઆત કરતાં હાલમાં કપાસના ભાવમાં એક મણે 400 થી 600 રૂપિયાનો ઘટાડો થયો છે. સીઝનની શરૂઆતમાં એક મણ કપાસના 2000 થી 2100 રૂપિયા ભાવ હતા, તે હાલમાં સરેરાશ 1500 થી 1,600 થયા છે.
કપાસ MCX વાયદા બજાર મા આજે 6 % મંદી ની સર્કિટ લાગી – 1740 નો ઘટાડો થયો વાયદો 27300 રૂપિયા બંધ આવ્યો હતો સતત ધટાડો થતા ખેડૂત ટેન્શન મા આવી ગયો છે ચૂંટણી પછી કપાસ ના ભાવ સતત મંદી તરફી જ રહયા…
ચીનમાં કોરોનાનો કેર વધતાં એ ભારતીય કપાસની આયાત ઘટાડશે એવો અંદાજ
લંડન સ્થિત ઍનાલિટિક્સ કંપની ઍરઇન્ફિનિટી લિમિટેડના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ૧.૪ અબજ લોકોની વસ્તી ધરાવતા આ દેશમાં પરિસ્થિતિ આગામી સમયમાં બગડી શકે છે. વર્તમાન સમયમાં કોવિડની વેવને જોતાં જાન્યુઆરીમાં દૈનિક કેસની સંખ્યા વધીને ૩૭ લાખ સુધી પહોંચી શકે છે અને માર્ચમાં દૈનિક કેસની સંખ્યા વધીને ૪૨ લાખ થઈ શકે છે.
ચીનની સરકારે ઝીરો કોવિડ નીતિને પાછી ખેંચી છે એવામાં સ્થાનિક આરોગ્ય વિભાગ પરિસ્થિતિને કાબૂમાં રાખી શક્યો નથી.