ગુજરાતના CMO કાર્યાલયે જાહેર કર્યો WhatsApp નંબર, લોકો આંગળીના ટેરવે CMOને કરી શકશે ફરિયાદ

હવે વોટ્સએપ પર CMને કરી શકાશે ફરિયાદ

ગુજરાતના નાગરિકો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સીધો સંપર્ક કરી શકે તે માટે CMO દ્વારા વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે.

લોકો હવે વોટ્સએપના માધ્યમથી ડાયરેક્ટ CMO ને ફરિયાદ કરી શકશે. રાજ્યનો કોઈપણ નાગરિક હવે પોતાની ફરિયાદ, રજૂઆત કે સૂચન ગાંધીનગર જઈને મુખ્યમંત્રીને રૂબરૂમાં કરવાને બદલે વોટ્સએપ પર કરવાની સુવિધા મુખ્યમંત્રી કાર્યાલયે આપી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બીજીવાર સત્તા સંભાળ્યા પછી સતત નવા લોકોપયોગી નિર્ણયો લઈ રહ્યાં છે. ત્યારે તેઓએ ફરી એકવાર નાગરિકોના હિતકારી નિર્ણય લીધો છે અને જેમાં દરેક નાગરિકને મુખ્યમંત્રી કાર્યાલય સાથે સોશિયલ મીડિયા મારફતે જોડી શકાય તેવો પ્રજાપ્રિય નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોને કાર્યલય સાથે જોડવા માટે એક વોટ્સએપ નંબર પણ બહાર પડવામાં આવ્યો છે.

લોકો મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક કરી શકશે
આ વોટ્સએપ નંબર ‘7030930344’ના માધ્યમથી લોકો મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક કરી શકશે. મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ સહિતની બાબતો પર વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે. આ વોટ્સએપ નંબર પર નાગરિકો મુખ્યમંત્રીની મુલાકાતનો સમય મેળવી શકશે, મુખ્યમંત્રી રાહતનિધિના લાભની માહિતી મેળવી શકશે, સ્વાગત ઓનલાઈન કાર્યક્રમની માહિતી મેળવી શકશે.

નાગરિકો પોતાના સૂચન કે ફરિયાદ મુખ્યમંત્રીને સીધા મોકલી શકશે
વોટ્સએપ નંબર પર ‘HI’ લખવાથી વિવિધ ફીચર્સની માહિતી મળી શકશે. જેમાં ‘Write To CMO’ ફીચરના ઉપયોગથી નાગરિકો પોતાના સૂચન કે ફરિયાદ મુખ્યમંત્રીને સીધા મોકલી શકશે. જોકે, આનો ઉપયોગ કરવા માટે અરજદારે પોતાની વિગતવાર માહિતી આપવી પડશે. વોટ્સએપ નંબર ‘7030930344’ પર મેસેજ મોકલ્યા બાદ મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સએપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ પણ મળશે.

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે. વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.

 

Krushikhoj WhatsApp Group