રાજકોટ યાર્ડમાં મગફળીનો સીઝનનો સૌથી ઉંચો ભાવ 1656 રૂા.ના ભાવે સોદા પડયા મણે 50 રૂા.નો ઉછાળો એક વીકમાં મગફળીમાં 100 થી 150 રૂ।. વધી ગયા ચાલુ વર્ષે ઓછા ઉત્પાદનના કારણે મગફળીનો રેકર્ડબ્રેક ભાવ થાય તેવી શકયતા

રાજકોટ યાર્ડમાં આજે ચાલુ સીઝનનો મગફળીનો સૌથી ઉંચો ભાવ એક મણના 1656 રૂપીયા બોલાયો હતો. છેલ્લા એક સપ્તાહથી મગફળીના ભાવમાં ઉછાળો થઇ રહયો છે.

રાજકોટ યાર્ડમાં મગફળી જાડીની 1400 કવીન્ટલની આવક હતી. એક મણના ભાવ 1220 થી 1656 રૂપીયા બોલાયા હતા. જે ચાલુ વર્ષે સીઝનનો સૌથી ઉંચો ભાવ હોવાનું વેપારી સુત્રોએ જણાવ્યું હતું. જયારે મગફળી ઝીણીની 2200 કવીન્ટલની આવકો હતી. ભાવ એક મણના 1200 થી 1393 રૂપીયાના ભાવે સોદા પડયા હતા.

ચાલુ વર્ષે ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન ધારણા કરતા ઓછુ થયું હોય મગફળીના ભાવ સતત વધી રહયા છે ગુજરાત માં 30 થી 32 લાખ ટન મગફળીના ઉત્પાદન સામે ચાલુ વર્ષે મગફળીનું 25 લાખ ટન ઉત્પાદન થતા મગફળીના ભાવ વધી રહયા છે. આ અગાઉ ત્રણ વર્ષ પુર્વે મગફળી એક મણના હાઇએસ્ટ ભાવ 1750 રૂપીયા થયા હતા. ચાલુ વર્ષે મગફળીના ભાવમાં રેકર્ડ બ્રેક ભાવ સપાટી જોવા મળે તો નવાઇ નહી તેમ જાણકાર સુત્રોએ જણાવ્યું હતું.

Krushikhoj WhatsApp Group