ડુંગળીના નીચા ગયેલા ભાવથી ખેડૂતોને થઈ રહેલ આર્થિક નુકસાન બાબતે મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે.
સમગ્ર સૌરાષ્ટ્રમાં લાલ ત્યા સફેદ કાંદા નું ઉત્પાદન થાય છે. જે પૈકી સફેદ મેંદાનું પ્રોસેસીંગ અને નિકાસ થાય છે. લાલ કાંદા દેશનાં અન્ય રાજયોમાં ખાવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. હાલ મહુવા માર્કેટીંગ યાર્ડ તથા ભાવનગર, ગોંડલ, તળાજા, વિગેરે યાર્ડમાં મળી લાલ કાંદાની અંદાજીત દોઢ થી બે લાખ થેલી દરરોજની આવક થાય છે. દેશવરોમાં અન્ય રાજયોમાંથી પણ કાંદા આવતા હોય ભાવો નીચા ગયેલ છે. સૌરાષ્ટ્રનાં કાંદા દેશનાં ઉત્તરના રાજપો યુ.પી., બિહાર, હરીયાણા, પંજાબ ત્યા દિલ્હી માં નિકાસ થાય છે. હાલમાં કયા ખેડૂતોની પડતર જે રૂા.220 મણ દીઠ થાય છે. તેનાં ભાવ રૂ.140/- થી રૂ 200 સુધી મળી રહ્યા છે. સરેરાશ રૂપિયા 160 – 105/- માં વેચાણ થઈ રહેલ છે જેથી ખેડૂતોને વીઘા દીઠ 10 થી 15 હજાર રૂપિયા જેટલું નુકસાન થઈ રહ્યુ છે.
ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તે માટે સરકાર શ્રીએ તાકીદનાં પગલા લેવા જરૂરી છે જે માટે યોગ્ય કરવા વિનંતી છે. સૌરાષ્ટ્રનાં કાંદા રેલગાડી રસ્તે વધુ માં નિકાસ થાય તે માટે પુરના અને જળપી વેગનોની ફાળવણી કરવા ઉપરાંત રેલગાડી ને ભાડામાં સબસીડી આપવામાં આવે તો ખેડૂતોને વધારે ભાવ મળી શકે કારણ કે રેલ્વે રસ્તે પરીવહનમાં ટુંક ભાડા કરતા વેગનભાડુ 50% જેટલુ ઓછુ હોવાથી ખર્ચ ઘટે જેના કારણે ખેડૂતોને વધારે ભાવ મળી શકે.
સૌરાષ્ટ્રનાં લાલ ના સફેદ કાંદાની પરદેશમાં વધુ નિકાસ થાય તે માટે નિકાસ માં પણ સંબસીડી ફાળવવામાં આવે જેથી વધુ કાંદાની નિકાસ થવાથી ભાવો જળવાઈ રહે. ફેબ્રુઆરી થી એપ્રિલ દરમ્યાન આવતા કાંદા 15 દિવસ થી વધુ રોકી શકાતા ન હોવાથી ખેડુતો એ બજાર ભાવે વેચી દેવા પડે છે. આ કાંદાને નિકાસ સબસીડીનો લાભ આપી નિકાસ માટે પ્રોત્સાહન આપવામાં આવે તો આનો સીધો લાભ ખેડૂતોને મળી શકે જે માટે સમયસર નિકાસ વધારવા માટે પગલા લેવા વિનંતી છે.