ન્યુયોર્ક કોટન વાયદામાં કડાકો છેલ્લા બે દિવસથી ન્યુયોર્ક કોટન વાયદામાં મંદી સાથે વેપાર થઇ રહ્યો છે. એક સપ્તાહ પહેલા 85 સેન્ટની ઉપર જોવા મળી રહેલ કોટન વાયદામાં 81 સેન્ટથી નીચેની સપાટી જોવા મળી છે શુક્રવારે કોટન વાયદો 80.38 સેન્ટ બંધ આવ્યો હતો
આ કારણે MCX કોટન વાયદામાં પણ ઘટાડા સાથે વેપાર થયો. વાયદા બજારના ઘટાડાની અસર કપાસના હાજર બજાર ઉપર પણ જોવા મળી.
સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી આવકમાં ઘટાડો નોંધાયો હતો. જોકે શુક્વારે આવક 25 હજાર મણ વધીને સવા લાખ મણ ઉપર પહોંચી છે. માર્કેટ યાર્ડોમાં કપાસના ભાવ રૂ.10 થી 15 ઢીલા હતા. યાર્ડોમાં કપાસનો સરેરાશ ભાવ રૂ. 1550-1675 રહ્યો હતો બોટાદમાં 42 હજાર મણની આવક થઈ હતી. જેમાં ભાવ રૂ. 1610-1762 હતો. રાજકોટમાં 14 હજાર મણની આવક સામે રૂ. 1545-1698 માં વેપારો કરવામાં આવ્યા હતા. બાબરામાં 9 હજાર મણની આવક હતી. ગામડે બેઠા કપાસનો ભાવ રૂ. 1650-1675 હતો. જ્યારે જીન પહોંચનો ભાવ રૂ. 1675-1700 રહ્યો હતો. મહારાષ્ટ્રના કપાસની 250-300 ગાડીની આવક થઈ હતી. જેમાં રૂ. 1575 – 1640 માં વેપારો થયા હતા.
રૂ બજારમાં મંદી હતી ન્યૂયોર્કમાં કોટનનો માર્ચ કોન્ટ્રાક્ટ 80.38 સેન્ટની સપાટીએ શુક્રવારે બંધ આપ્યો હતો. જ્યારે એમસીએક્સમાં પણ કપાસનો એપ્રિલ વાયદો રૂ. 540 ના ઘટાડા સાથે રૂ. 63220 ની સપાટીએ હતો. વાયદાની અસરથી હાજર બજારમાં પણ ઘટાડો થયો હતો. રૂ ની ગાંસડીના ભાવમાં રૂ. 400 નો કડાકો બોલી જતા ખાંડીએ ભાવ રૂ. 62400 – 62700 રહ્યો હતો. દેશમાં 1.40 લાખ ગાંસડીની આવક થઈ હતી.જ્યારે ગુજરાતમાં 38-40 હજાર ગાંસડીની આવક હતી.
કપાસિયામાં રૂ.10 અને ખોળમાં રૂ.20 નો ઘટાડો થયો હતો. સૌરાષ્ટ્રની વિવિધ લાઇનમાં કપાસિયાનો ભાવ એ ગ્રેડના રૂ. 630-640 અને બી ગ્રેડના રૂ. 620-630 હતા. ખોળમાં બ્રાન્ડેડ ખોળનો ભાવ રૂ. 1500-1550 અને નોન બ્રાન્ડનો ભાવ રૂ.1425-1500 રહ્યો હતો જ્યારે કડીમાં 60 કિલો ખોળનો ભાવ રૂ. 1650-1675 રહ્યો હતો.