સરકારે ઘઉંનો જથ્થો માર્કેટમાં ઠાલવવાનો નિર્ણય ની ઈફેક્ટ ઘઉં માં 100 રૂપિયા ની મંદી
ઘઉંમાં ભાવમાં એક મહિનામાં મણે રૂ.100 સુધીનો ઘટાડો
એક મહિના પહેલા ઘઉંના ભાવમાં રૂ.550થી રૂ.600ની સપાટી જોવા મળી હતી. જોકે, અત્યારે રાજ્યના યાર્ડોમાં ઘઉંના ભાવ રૂ.450થી રૂ.500ની સપાટીએ આવી ગયા છે. નવી આવકો શરૂ થતાની સાથે જ છેલ્લા એક મહિનામાં ઘઉંના ભાવમાં મણે રૂ.100 સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. ઘઉંના ભાવને ઉંચા જતા રોકવા કેન્દ્ર સરકારે પોતોની પાસે રહેલ 30 લાખ ટન ઘઉંના જથ્થાને ઓપન માર્કેટમાં વેચાણ કરવાની જાહેરાત કરી ત્યારથી ઘઉંના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.