ઊંઝા APMCમાં જીરુનો ભાવ પ્રતિમણે 7650 થયો, દૈનિક 13 હજાર બોરીની આવક

વરિયાળીની દૈનિક 3500 બોરી નવી આવક થઈ રહી છે

ઊંઝા ગંજબજારમાં જીરાની સિઝનની શરૂઆત થઈ ચૂકી છે. ઊંઝા ગંજબજારમાં દૈનિક નવા જીરુની તેરથી ચૌદ હજાર બોરી આવક શરૂ થઇ છે. શનિવારે જીરુંનો ઊંચો ભાવ રૂ 7650 જોવા મળ્યો હતો.

ઊંઝા ગંજબજારમાં નવા જીરુમાં એક્સ્ટ્રાનો 6000થી 7600 તેમજ સુપર 5900થી 6000, બેસ્ટ 5800થી 5900 જયારે મીડિયમ 5700થી 5800 નો ભાવ જોવા મળ્યો હતો. જૂના જીરુની દૈનિક આવક બે હજાર બોરી થઈ ગઈ છે જેમાં બેસ્ટ ભાવ રૂ 5500થી 5700 તેમજ મિડીયમ સારા 5400થી 5500 અને એવરેજ ભાવ 5200થી 5400 વચ્ચેના છે.

આ ઉપરાંત વરિયાળીની નવી આવક દૈનિક 3500 બોરી થઈ રહી છે. સારી એક્સ્ટ્રા ગ્રીન આબુ રોડનો ભાવ નવી રૂ. 4750 થી 4850, સુપર 4500 થી 4750, બેસ્ટ 4000 થી 4500 જ્યારે એવરેજ ભાવ 3850 થી 4000 સુધીનો છે. સોરાષ્ટ્ર દેશી વરિયાળી બજારો પણ સારી જોવા મળી છે જેમાં સુપર ભાવ 3700 થી 3850 તેમજ બેસ્ટ 3500થી 3700, મિડીયમ 3300 થી 3500નો ભાવ જોવા મળી રહ્યા છે.

આ ઉપરાંત નવી ઇસબગૂલ બોરી આવક 60 બોરી થઈ છે જેમાં ભાવ 2300થી 2600 જોવા મળ્યો હતો. અજમો આવક દૈનિક 500 બોરી બજાર ટકેલ અને ભાવ નવો અજમો ગ્રીન કલર એક્સ્ટ્રા 2700થી 3000 તેમજ સુવા આવક 200 ગુણી અને ધાણા આવક ૧૦ હજાર બોરી દૈનિક થઈ રહી છે. ભાવ રૂ 1700થી 2000 બે પેરેટના જોવા મળી રહ્યા છે.

Krushikhoj WhatsApp Group