વિશ્વના જીરાના વેપારીઓ દર વર્ષે ફેબ્રુઆરીમાં દુબઈમાં યોજાતા ગલ્ફ ફૂડ ફેસ્ટિવલ પર નજર રાખે છે નવી સિઝન માટે જીરાની માંગ, ભાવ નું ભાવી અહીંથી નક્કી થાય છે. આ વર્ષે રમઝાન પણ સિઝનની શરૂઆતમાં છે તેથી આ તહેવાર માં જીરા નું પણ મહત્વ વધી ગયું છે. મોલતોલ મીડિયા ખાસ શો શુ કહે છે જુવો આ ખાસ વીડિયો
https://www.youtube.com/live/-89jTvVoCpY?feature=share
જીરું: નવી આવક વધવા છતાં માગમાં ઉછાળાથી ભાવ ફરી ઊંચકાયા સપ્તાહમાં બજાર રૂા. ૨૦૦ જેવી વધી આવી હતી. ઊંઝા મથકે નવી આવકમાં વધારો થયો છે. સામે હવે સારા સૂકા માલ આવતા સ્થાનિક ઘરાકી તેમ જ નિકાસ વેપાર પણ વધ્યા છે. દુબઈમાં વ્યાપાર મેળામાં પણ જીરુંના નિકાસ સોદા થયાના અહેવાલ છે. ઊંઝા મથકે નવી આવક ૮૦૦૦ થી ૯૦૦૦ દાગીના અને હજી આવક ૨૦૦૦ થી ૩૦૦૦ દાગીના રહી હતી.
જૂના જીરુંના ભાવ મથકે વધીને પ્રતિ ૨૦ કિલો એવરેજના રૂા. ૫૬૦૦ થી ૫૭૦૦, મિડિયમના રૂા. ૫૯૦૦ થી ૬૦૦૦, એક નંબરના રૂા. ૬૫૦૦ થી ૭૦૦૦ના મથાળે રહ્યા હતા. નવા જીરુંના મથકે ભાવ નીચામાં રૂા. ૫૫૦૦ થી ૬૦૦૦ અને ઉપરમાં રૂા. ૬૫૦૦થી ૬૮૦૦ના મથાળે રહ્યા હતા.
મુંબઈ માં હજી નવા જીરુંની જ આવકનો પ્રારંભ જ થયો છે. અહીં તેના ભાવ રૂા. ૭૦૦૦થી ૮૦૦૦ ગુણવત્તા પ્રમાણે નીકળ્યા હતા. અહીં જૂ ના જીરુંના એવરેજના વધીને રૂા. ૬૬૦૦થી ૬૮૦૦, ઢબસરના રૂા. ૭૦૦૦થી ૭૩૦૦ અને એક નંબરના રૂા. ૭૫૦૦થી ૮૦૦૦ના મથાળે હતા.
જીરૂ વાયદો ૨૯ હજાર નીચે નહીં જાય એવી શક્યતાઓ છે અને બજાર જો આ સપાટીએ આવે તો પ્રેમથી ખરીદી વધારજો 34 હજાર ઉપર હમણાં ૧૦/૧૫ દિવસમાં જાય તેવું પણ લાગતું નથી. આમ છતાં જીરામાં માથે વેચવાનો વેપાર વાયદા માં કરવો નહીં. અનુમાન પ્રમાણે ૧૫ એપ્રિલ ૨૦૨૩ થી જીરામાં એકતરફી તેજી લાગે છે કારણ કે ત્યારે સૂકા માલો આવવાથી સ્થાનિક સ્ટોકિસ્ટો, ઈન્વેસ્ટરો તથા મસાલાવાળાની લેવાલી ચાલુ થઇ જશે અને સાથે નિકાસ માગ પણ રહેશે. અચાનક ઠંડી અને અચાનક ગરમીની આબોહવાની અસર પણ જીરાના ઊતારા ઉપર થશે એ વાત ધ્યાનમાં રાખજો.