ડુંગળી ના પોષણક્ષમ ભાવ ના મળતા ખેડૂતો ની માઠી દશા ભારતીય કિશાન સંઘ એ કરી કૃષિમંત્રી ને રજૂઆત
મોરબી ભારતીય કિશાન સંઘના પ્રમુખ જીલેશ કાલરીયા દ્વારા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ પત્ર લખી રજુઆત કરી ખેડુત ને અત્યારે ડુંગળી ના ઉત્પાદમા ડુંગળી ઉપાડવી તેનુ બીટામણ કરવુ, કટાભરવા તથા યાર્ડ સુધી પહોંચાડવા નો જે ખર્ચ થાય તે સરભર થાય તેટલા રૂપિયા પણ અત્યારે ડુંગળીમાં ઉપજતા નથી. આજ સુધી ડુંગળી ઉપાડવા યોગ્ય થઈ ત્યા સુધીમા થયેલો ખર્ચ અને ખેડુત ની પરસેવાની કાળી મજુરી નો જે હિસાબ થાય તે અલગ અને આવી વિકટ પરીસ્થીતીમાં જો સરકાર ખેડુતોની આવી દયનીય સ્થીતીમાં ખેડુતોના હિત નો વિચાર અત્યારે નહીં કરે તો ક્યારે કરશે ? આપ બધા માથી ઘણાબધા ખેડુત પરીવાર માથી આવો છો. તેમ છતા પણ આ બાબતે અમારે આપનુ ધ્યાન દોરવુ પડે તે અમારા માટે પણ દુરભાગ્ય પુર્ણ ગણાય.