કપાસના મબલખ વાવેતર ના પગલે જેના કારણે ખેડૂતો અને જીનર્સ બંને ને ફાયદો પથયો. પરંતુ હાલ જીનર્સ ની હાલત કફોડી છે. સીઝનના પ્રારંભ કાળથી કપાસની ખરીદીને લઈ છાશ ફૂકીફૂંકી ને પીવી પડે તે કહેવત પ્રમાણે વર્તવાનો વખત આવ્યો હતો.

તળાજા જીનિંગ એસો.ના પ્રમુખ મધુભાઈ ભાદરકા એ ના મંતવ્ય મુજબ આ સીઝન જીનર્સ માટે ખૂબ ખરાબ રહી.તેની સાથે ખેડૂતો એ જે ભાવ ધાર્યા હતા તે પણ ન મળ્યા. તેથી તળાજા પંથકના ખેડૂતોએ કપાસ ના ભાવ વધશે તેવી આશાએ કપાસ નો સંગ્રહ કરી રાખ્યો છે. જીનર્સ ના અંદાજ મુજબ આજે પણ તળાજા ના ખેડૂતો પાસે 50% જેટલો કપાસ સંગ્રહિત છે.

કપાસના ભાવ હજુ બે માસ સુધી વધે તેવી કોઈ હાલતો શક્યતા દેખાતી નથી પછી તો આ આંતરરાષ્ટ્રીય બજાર છે આમાં ભાવ નું કય નક્કી ના હોય પણ હાલ મા મોટી તેજી આવે એવી શક્યતાઓ નથી નીચા ભાવ રહેવાના કારણો સ્પીનિંગ મિલોની ખરીદી નહિવત રહી. ઇન્ટરનેશનલ માર્કેટ દબાતી ચાલી. જીનિંગ ઉદ્યોગ નો બહોળો અનુભવ ધરાવતા ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય નાગજીભાઈ ખેની ના મંતવ્ય મુજબ કપાસ ને લગતી તમામ પ્રોડક્ટ કપાસિયા, વોશ, ખોળ ના ભાવ નીચા જતા ગયા. તેની અસર કપાસની ખરીદી ના ભાવ પર વર્તાઈ. કપાસ ને લગતી તમામ પ્રોડક્ટના ઇન્વેસ્ટર્સ રૂપિયા રોકતા હોય છે. જે બજાર ની અસંમનજશ ના કારણે રૂપિયા ઓછા રોકવામાં આવ્યા. જેણે રૂપિયા નું રોકાણ કરેલ છે તેવા આજે લાખો રૂપિયા ની ખોટ મા છે. હાલ આગામી બે માસ સુધી ભાવમાં નોંધપાત્ર વધારો આવે તેવું દેખાતું નથી!

કપાસ ની આવક નવેમ્બર થી શરુ થઇ જતી હોય છે.જે માર્ચ આવતા બજારમાં 80% જેટલો કપાસ ઠલવાઈ જતો હોય છે. પરંતુ આ વર્ષે માંડ પચાસ ટકા જેટલો જ ખેડૂતો દ્વારા વેચવામાં આવ્યો છે. જેને લઇ જીનિંગ મિલ સીઝન દરમિયાન 24 કલાક ચાલવી જોઈએ તે ચાલી ન શકી. તેની સામે લેવાલી પણ ન નીકળી જેને લઇ જીનર્સ ની હાલત કફોડી બની છે.

સૌરાષ્ટ્ર જીનિંગ એસો.ના સભ્ય તરીકે સેવા આપતા મધુભાઈ ભાદરકા એ ખેડૂતોએ કપાસનો સંગ્રહ કરી રાખ્યો તેના કારણમાં જણાવે છેકે સોશિયલ મીડિયા ના માધ્યમથી કપાસ ના ભાવ વધશે તેવો ખેડૂતો સુધી સંદેશ પહોચાડવામાં આવ્યો. જે સાવ ખોટો સંદેશ હોવા છતાંય ખેડૂતો ગેર માર્ગે દોરાયા. જીનિંગ મિલવાળા સંપી ગયા છે ને ભાવ પોતાની રીતે દબાવી રાખ્યા છે તેવું પણ ખેડૂતોને કહીને ભરમાવવામાં આવ્યા. જેને લઇ આજે પણ ખેડૂતો હજુ ભાવ વધશે તેવી આશા સેવી રહ્યા છે.

Krushikhoj WhatsApp Group