અરવલ્લી પંથકના અન્નદાતા પર આકાશી આકાશી આફત એવી વરસી છે કે, ખેડૂતોની મહેનત સંપૂર્ણ ધોવાઈ ગઈ છે

Monsoon Onion Ad

અરવલ્લી 2 કલાકમાં 5 ઈંચ કમોસમી વરસાદ ખાબક્યો, પાકને મોટું નુકસાનરા જ્યભરમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે અરવલ્લીના ઉમેદપુરમાં ૨ કલાકમાં ૫ ઈંચ વરસાદ ખાબકયો હતો. ચોમાસામાં ન પડેલો વરસાદ ભરઉનાળે ખાબકયો હતો. ભારે કમોસમી વરસાદથી ગામમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. મોડાસાના દાધલિયા પાસેના ઉમેદપુરમાં મોટું નુકસાન થયું છે. ભરઉનાળે ૨ કલાકમાં ૫ ઈંચ વરસાદથી ભારે નુકસાન ૫ પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

વરસાદને કારણે ખેતરમાં પાકમાં મોટું નુકસાન પહોંચ્યું છે. ઘઉં સહિતના પાકો હજુ પણ પાણીમાં જોવા મળી રહ્યા છે. ૫ ઈંચ વરસાદથી ગામની નદીઓમાં પણ ઘોડાપૂર છે. ગઈકાલે કરા સાથે ભારે વરસાદ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. માવઠા બાદ ઉમેદપુર ગામની જમીની હકીકતના દ્રશ્યો સામે આવ્યા છે.

બીજી બાજુ, સાબરકાંઠામાં પણ માવઠું થતાં ખેડૂતોને પાક નુકસાનની ભીતિ છે. માવઠાને લીધે તૈયાર ઘઉં, તમાકુ, ચણા, જીરુંના પાકમાં નુકસાનની ભીતિ છે. રાત્રે થયેલા માવઠાથી ઘઉં, ચણા, જીરુંનો પાક પલળ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોને પાકમાં નુકસાનની દહેશત છે.

Krushikhoj WhatsApp Group