ખેડૂતોને માવઠાના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં પાક નુકસાન જતાં ખેડૂતો પાયમાલી તરફ ધકેલાઈ ગયા છે, તેઓ કઠિન પરિસ્થિતિમાં દિવસો પસાર કરવા મજબૂર બનેલ છે તો તાત્કાલિક અસરથી ગુજરાત સરકાર તરફથી ખેડૂતોને પૂરું અને સમયસર વળતર ચૂકવી આપવા કાર્યવાહી હાથ ધરાઇ. વધુમાં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને હવે નવું પાક ધિરાણ લોન વગર વ્યાજે પાંચ લાખ રૂપિયા આપવામાં આવે અને મે મહિના સુધીમાં પાક ધિરાણ લોન માફ કરવામાં આવે, ચાલુ વર્ષે ચોમાસુ શરૂ થયા પહેલા વાવણી ખર્ચ પણ આપવામાં આવે, સરકાર દ્વારા ખેડૂતોને સરકારી ખર્ચે સિંચાઈ સુવિધા આપવામાં આવે, તેમજ સરકારે ઉત્પાદનના પુરા નાણા અપાવવા આગળ આવવું જોઈએ. ખેડૂતો ભાગીદાર મજુરો પશુપાલકોને પણ વળતર આપવામાં આવે સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં કાયમી ધોરણે યોગ્ય નીતિ બનાવવામાં આવે

તેવી વિનંતિ વધુ માં ભરતસિંહ ઝાલા એ જણાવ્યું હતું કે માવઠા ના કારણે ખેડૂતો પાયમાલ થઈ ચૂકયા છે ત્યારે તેઓની કૃષિ લોન વ્યાજમાફી કરી જે ખેડૂતો ને મર્યાદિત ત્રણ લાખ રૂપિયા મળે છે તેની મર્યાદા વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે સર્વે કામગીરી હાથ ધરવામાં આવે અને ખેડૂતો ને મુખ્યમંત્રી કીશાન સહાય યોજના હેઠળ વળતર ચુકવવામાં આવે.

 

Krushikhoj WhatsApp Group