અંબાલાલ પટેલની ફરી નવી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભૂક્કા કાઢી નાખે તેવી આગાહી કરી છે જેમાં માર્ચ અને એપ્રિલ મહિનો કાળ બનીને ત્રાટકશે. આ બંને મહિનામાં કમોસમી વરસાદ થઈ શકે છે અને વાવાઝોડું પણ ફૂંકાઈ શકે છે. ખેતી પાકને વ્યાપક નુકસાન થઈ શકે છે અને અનેક વિસ્તારોમાં કરા પણ પડી શકે છે. રાજ્યમાં છાશવારે વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતોની હાલત કફોડી બની રહી છે અને ખેતી પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. માર્ચ મહિનાની શરૂઆતમાં જ માવઠું થઈ રહ્યું છે અને હજુ પણ માર્ચ મહિનામાં બીજું માવઠું થશે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, 14 થી 16 માર્ચમાં ફરી માવઠું થવાની આગાહી છે જે આગાહી સાચી સાબિત થઇ છે. સાથે જ 24 થી 25 માર્ચના દરિયામાં ઊંચા મોજા ઉછળશે. સાથે જ ભારે પવન ફૂંકાશે એટલે કે માર્ચ મહિનામાં વિપરીત વાતાવરણ રહેશે.
આગામી માર્ચ અને એપ્રિલ મહિનો ભારે બની રહેવાના છે અને આ સમયમાં વીજ પ્રપાત અને કરા પડવાની ઘટનાઓ બની શકે છે. આ સિવાય માર્ચ મહિનામાં ફરીવાર ૨૪ થી ૨૫ માર્ચ સુધી એમ બે દિવસ પણ વાતાવરણમાં પલટો આવી શકે છે અને કમોસમી વરસાદ પડી શકે છે. આ સિવાય એપ્રિલ મહિનામાં પણ તારીખ 3 થી 8ની વચ્ચે હવામાનમાં પલટો આવી શકે છે અને કમોસમી વરસાદ પડી શકે છે. ચોમાસા પહેલાં આગામી માર્ચ અને એપ્રિલ મહિનો કાળ બનીને ત્રાટકી શકે તેમ હોવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક વિસ્તારોમાં માવઠું થયું હતું અને જેના કારણે ખેડૂતોને બટાકા, જીરૂ, વરિયાળી, ચણા, ઘઉં સહિતના પાકોમાં વ્યાપક નુકસાન થયું હતું અને હવે ફરીથી માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.
આપણા આંબલાલ કાકાએ આગાહી કરતા જણાવ્યું કે દીકરાઓ મેં તમને પહેલાજ કહ્યુતું કે જો તમે હખણીના નહિ બેસો તો હવામાન પણ હખણીનું નહિ બેસે (તમારે પ્રદુષણજ ફેલાવ્યા કરવું છે તો પછી આવું તો થવાનુંજ છે) આપણે બધાજ જોઈ રહ્યા છીએ કે થોડાક સમયથી ચારે કોર ભૂકંપ ના આંચકાઓ આવી રહ્યા છે, અને કમોસમી વરસાદ પડી રહ્યો છે આ બધાજ ભગવાન ના સંકેત છે કે હવે પ્રદુષણ ફેલાવવાનું બંધ કરો નહિ તર ખુબજ મોટું પરિણામ ભોગવવું પડશે.
આજે ખેડૂતો ને ખેતી કરવા દેવામાં નથી આવતી અને તેના ખેતરોને છીનવીને મોટી મોટી ફેક્ટરીઓ અને બિલ્ડીંગો બનાવવામાં આવે છે. જેટલું વધુ આવું કરવામાં આવશે એટલુંજ વધુ નુકશાન ભોગવવું પડશે.
મારી નમ્ર વિંનતી છે કે આ મેસેજ ને તમારી આગળ રહેલા બધાજ ગ્રુપ માં જરૂરથી શેર કરજો જેથી લોકોને ખ્યાલ આવે કે આપડે કેટલી મોટી ભૂલો કરી રહ્યા છીએ.