ન્યુયોર્ક કોટન વાયદામાં તેજી સાથે વેપાર થતો જોવા મળ્યો છે. કોટન વાયદામાં 82 સેન્ટની સપાટી જોવા મળી છે. ગત સપ્તાહ દરમિયાન ન્યુયોર્ક કોટન વાયદામાં 77 સેન્ટની સપાટીએ વેપાર થતો હતો. ન્યુયોર્ક વાયદાની જેમ આપણાં એમસીએક્સ કોટન વાયદામાં પણ સામાન્ય સુધારો જોવા મળ્યો છે. હાલ રાજ્યના મોટાભાગના યાર્ડોમાં માર્ચ એન્ડિંગનું વેકેશન છે. જોકે, ઘરે બેઠા સૌદાઓ થઇ રહ્યા છે. હાલ સરેરાશ રૂ.1530 થી રૂ.1640 ની સપાટીની વચ્ચે કપાસમાં વેપાર થઇ રહ્યો છે.
કપાસ બજાર ના ભાવ મજબૂત જોવા મળ્યાં હતાં. રૂનાં ભાવ સુધર્યા હોવાથી કપાસનાં ભાવમાં પણ મણે રૂ.15 થી 20 નો સુધારો થયો હતો. આગામી દિવસોમાં રૂ ની બજારમાં ભાવ વધશે તો કપાસ સુધરી શકે છે, જોકે બહુ મોટી તેજી હાલ કપાસમાં દેખાતી નથી..
એપ્રિલમાં સામાન્ય રીતે કપાસ અને રૂ ની ડીમાન્ડ વર્ષોથી ઓછી રહે છે જોઇએ હવે આ વર્ષે કેવું રહેતે. ચાલુ વર્ષે ભારતીય રૂ અને તેમાંથી બનતી તમામ પ્રોડક્ટ જેવી કે કોટનયાર્ન, ટેક્સટાઇલ પ્રોડક્ટ વિગેર વિશ્વમાં સૌથી મોંઘા છે આથી હાલ ભારતીય કોટનની પ્રોડ્કટ ની વિશ્વબજારમાં જોઈએ એવી માગ નથી અને નિકાસ એકદમ ઓછી છે.
ભારતીય રૂ નું સૌથી મોટું ખરીદદાર બાંગ્લાદેશ છે પણ બાંગ્લાદેશમાં પણ રૂ અને કોટનયાર્ન નો ભરાવો વધી રહ્યો હોઇ ભારતીય રૂની ખરીદી બાંગ્લાદેશ દ્વારા ઘટી ગઇ છે.
રૂ અને કોટન પ્રોડક્ટની ડીમાન્ડ ઘટતાં દેશમાં એપ્રિલ મહિનામાં રોજિંદી 1.20 લાખ ગાંસડી રૂની આવક થશે તો આટલી આવક પણ ભારે પડશે કારણ કે આટલા રૂની ખપત એપ્રિલમાં થવી મુશ્કેલ બનતી હોય છે.
ચાલુ વર્ષે ખેડૂતે સતત ઊંચા ભાવ મળવાની આશાએ કપાસનો મોર્ટો સ્ટોક ઘરમાં સાચવી રાખ્યો છે સોશ્યલ મીડિયા મા ખેડૂતો એ પણ કપાસ માં તેજી આવાની છે કપાસ વેચવો નહી તેવી પોસ્ટ બનાવી વાયરલ કરી હતી 2000 સિવાય કપાસ વેચવો નહી આવી વાતું મા આવી તેથી અનેક ખેડુતો એ કપાસ વેચ્યા નથી સામાન્ય રીતે ખેડૂત અને જીનર્સની બને તેજી મા હતા સીઝનના પ્રારંભથી તેજીમાં હોઇ તેઓ પણ ખેડૂતોને કપાસની તેજી બતાવતાં હતા આથી ખેડૂતોએ કપાસ વેચ્યો નથી. ખેડૂતોની મજબૂત પક્કડ અને મોટી તેજીની આશા હોઇ હજુ ૪૦ ટકા જેટલો કપાસ ખેડૂતોના ઘરમાં પડયો છે.
રૂ ના ભાવ પ્રતિ ખાંડી રૂા. 60,000 થી વધુ ઘટવાની શક્યતા ઓછી છે કારણ કે અમેરિકામાં કપાસના વાવેતરની નવી સીઝન ચાલુ થઇ ચૂકી છે અને પ્રારંભિક રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં કપાસનું વાવેતર 15 થી 10 ટકા ઘટવાની શક્યતા છે જો આ પ્રારંભિક રિપોર્ટ રિઅલ રિપોર્ટમાં કન્વર્ટ થશે ન્યુયોર્ક રૂ વાયદામાં નવી તેજીના ચાન્સ વધશે મોટી તેજી આવે તેવા હાલ કોઈ સંકેત નથી
દેશના જીનીંગ ઇન્ડસ્ટ્રીઝ હજુ પણ મુશ્કેલીમાંથી બહાર આવી શકી નથી પણ આગામી સમય જીનીંગ ઇન્ડસ્ટ્રીઝ માટે સારો જવાની ધારણા છે.
કપાસિયા, કપાસિયાતેલ અને કપાસિયાખોળના ભાવ ગત્ત સપ્તાહે સ્ટેડી હતા અને હવે ભાવ રેન્જબાઉન્ડ રહેવાની ધારણા છે.
સ્પીનીંગ મિલોને કોટનયાર્ન વેચવામાં મુશ્કેલી પડી રહી છે કારણ કે કોટનયાર્નની ડીમાન્ડ નીચા ભાવે આવી રહી છે અને લેબર ઇસ્યુ પણ વધી રહ્યા છે. સ્પીનીંગ મિલોને રૂ ખરીદવામાં કોઇ ઉતાવળ નથી. દેશની સ્પીનીંગ મિલો હાલ ૮૦ થી ૧૦૦ ટકા કેપિસિટી માં ચાલી રહી છે.