ખેડૂતો ને કપાસનો ભાવ મણે રૂ. 2 હજાર કે તેનાથી વધુ મળશે એવા આશાવાદ માં છ મહિના પસાર થઇ ગયા છે અને બજાર ઘટતી ગઇ છે એટલે ભારે નિરાશા ખેડૂતોને સાંપડી છે. જોકે વેચવાલીના અભાવે અત્યારે કપાસની આવકો અપૂરતી થાય છે અને એની અસરથી જિનીંગ મિલો પચ્ચાસ ટકા કરતા ઓછી ક્ષમતાથી ચાલી રહી છે.
સૌરાષ્ટ્ર જિન એસોસીએશનના પ્રમુખ અરવિંદ પટેલ કહે છેકે, માર્ચના બીજા ત્રીજા અઠવાડિયામાં ખેડૂતો દ્વારા કપાસની વેચવાલીમાં થોડો વધારો થયો ત્યારે આશા બંધાઇ હતી પરંતુ માર્ચ અંતની રજાઓમાં જે રીતે કપાસના ભાવ વધ્યા છે એ જોતા ફરીથી જિનોની સ્થિતિ બગડી છે. ગુજરાતમાં અત્યારે તેમના અંદાજ પ્રમાણે ૩૫૦ જેટલી જિનીંગ મિલો સક્રિય છે પણ જે મિલો ચાલે છે તે અર્ધ સપ્તાહ માંડ માંડ ચાલી શકે છે.
કપાસિયા અને ખોળના ભાવમાં થોડી તેજી પાછલા સપ્તાહ માંથી આવી છે એની અસરે કપાસ પણ વધી જતા જિનીંગ મિલોને પડતર બેસવાની આશાઓ હતી તે ધૂળધાણી થઇ છે. તેજીને લીધે ખેડૂતો વધુ આશાવાદી બન્યા છે એટલે વેચવાલી ઓછી આવે છે.
કપાસનો ભાવ માર્ચ અંતની રજા પહેલા રૂ. ૧૫૯૦-૧૬૧૦ સુધી સારી ગુણવત્તામાં મળતો હતો. રજા ઓ ખુલતા કપાસ મા તેજી આવી છે અને યાર્ડ મા આજે 1700 ઉપર ભાવ મલ્યા છે આજે રાજકોટ યાર્ડ મા 1561 થી 1700, મોરબી યાર્ડમાં 1500 થી 1700, જેતપુર યાર્ડ માં 1270 થી 1721, ઉનાવા યાર્ડ 1401 થી 1723, કાલાવડ યાર્ડ 1600 થી 1703, સિદ્ધપુર યાર્ડ માં 1450 થી 1700 સુધીના ભાવ બોલાઇ રહયા છે
યાર્ડો ખૂલ્યાં હતા છતાં જોઈએ એવી આવક થઇ નથી આવતી ખેડૂતો એ કપાસ ની મજબુત પકડ રાખી છે જિનોને નિકાસ મોરચે પણ ટેકો નથી. ભારતીય રૂ ના ભાવ રૂ. ૬૧-૬૨ હજાર વચ્ચે ચાલે છે પ્રવર્તમાન ભાવમાં યાર્ન મિલોને પોસાણ છે એટલે કામકાજો થયા કરે છે. મે મહિનાના અંત સુધીમાં અનેક જીનો બંધ થઇ જાય એવી પરિસ્થિતિ છે આ વર્ષે નિકાસમાં મોટું ગાબડું પડવાની ધારણા છે.