આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીની કિંમતમાં જોરદાર તેજી જોવા મળી છે આંતરાષ્ટ્રીય બજારમાં સોનું 2030 ડૉલર પ્રતિ ઔંસ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. ચાંદી પણ 25 ડૉલર પ્રતિ ઔંસ લેખે ટ્રેડ કરી રહ્યું છે.
MCX વાયદા બજાર માં સોનુ 61000 તેમજ ચાંદી ને ભાવ 75000 હજાર ની આસપાસ ચાલે છે
ભારતમાં સોના અને ચાંદીની હાજર બજારની વાત કરવામાં આવે તો હાલ ઉચ્ચ સ્તર સપાટી પર જોવા મળી રહ્યું છે. સોનાના ભાવમાં રૂ. 61,000 ની સર્વકાલીન ઉચ્ચ સપાટી જોવા મળી રહી છે અને ચાંદીની કિંમત 75,000 રૂપિયાને પાર કરી ગઈ છે. સોનું તેના ઐતિહાસિક સ્તરે પહોંચી ગયું છે અને વૈશ્વિક બજારમાં તેના ઉછાળાની અસર સ્થાનિક બજાર પર પણ જોવા મળી રહી છે. સોના વધતા ભાવને જોતા એવી પણ સંભાવના દેખાઈ રહી છે કે, દિવાળી સુધી સોના-ચાંદીના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચે તેવી શક્યતાઓ, નિષ્ણાતો લગાવી રહ્યા છે અંદાજ સોનું દિવાળી સુધી માં સોનુ 65,000 જ્યારે ચાંદી 85,000 સુધી પહોંચી શકે એવી શક્યતાઓ છે
અમેરિકામાં ચાલી રહેલી આર્થિક મંદીની સીધી અસર સોનાના ભાવમાં જોવા મળી રહ્યો છે. કોઈ પણ દેશ જયારે પોતાની કરન્સી વડે બીજા દેશ સાથે વ્યવહાર કરી ન શકે ત્યારે તે સોનાનું ખરીદ વેચાણ કરી વ્યવહાર કરે છે. એટલે વૈશ્વિક ઈકોનોમીની સીધી અસરએ સોનાના ભાવ પર પડે છે. સોનાની આગ ઝરતી તેજી વચ્ચે ગુજરાતના મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં દિવાળી સુધીમાં સોનાની સપાટી 70000 સુધી પહોંચી શકે એવા નિષ્ણાતો લગાવી રહ્યા છે અંદાજ જોઈએ હવે એતો આગામી સમયજ બતાવશે સોના ચાંદી ની કેવી રહે છે બજાર