આંતરરાષ્ટ્રીય ન્યુયોર્ક કોટન વાયદામાં કડાકો સ્થાનીક કપાસ બજાર મા શુ થશે ખેડૂતો ચિંતામાં જાણો સમગ્ર માહિતી
આંતરરાષ્ટ્રીય કપાસ વાયદામાં મંદી સ્થાનીક બજાર માં રૂ મા મંદી ન્યુયોર્ક કોટન વાયદામાં કડાકો આજે સાંજે 08:30 વાગ્યે 4.44 % ડાઉન થયો 79.54 સેન્ટ આવી ગયો છે આજ વાયદો બે દિવસ પહેલા 84.50 સેન્ટની ઉપર જોવા મળતો હતો
વાયદા બજારના ઘટાડાની અસર કપાસના હાજર બજાર ઉપર પણ જોવા મળશે ખેડૂતો કપાસ ની તેજી ની રાહ જોઈ જોઈ ને થાકી ગયા છેલ્લા થોડાક દિવસોથી કપાસ ગામડે ઘરે બેઠા 1700 રૂપિયા ઉપર સોદા થતા હતા પણ ખેડૂતો ને આ ભાવથી સંતોષ નથી ખેડૂતો એ રાત દિવસ મહેનત કરી ઉત્પાદન મેળવ્યું હોય ખેડૂતો એ આશા છે કે 1800 ઉપર 2000 સુધી ભાવ જાય તો કપાસ વેચી પણ કપાસ મા તેજી નથી આવતી એમાં પણ આંતરરાષ્ટ્રીય ન્યુયોર્ક કોટન વાયદા મા આજે કડાકો બોલ્યો કપાસ બજાર ફરી પછો ઘટાડો કરશે કેમ કરશે કે નહીં એ જોવાનું રહ્યું હવે
હાલ આજે યાર્ડોમાં કપાસના ભાવમાં સરેરાશ રૂ.1610 થી રૂ.1700 ની સપાટી જોવા મળી રહી છે કપાસની બજારમાં ખેડૂતો વેચવાલીનું પ્રેશન વધશે કરણ કે સહકારી ધિરાણ ભરવા રૂપિયા ની જરૂર પડશે અદલા બદલી કરવા માટે કપાસમાં ગયા વર્ષે રેકોર્ડબ્રેક ઊંચા ભાવ થયા પછી આ વર્ષ મંદીનું થઇ ગયું છે. એકધારા ઘટતા જતા ભાવને લીધે ખેડૂતોમાં ભારે અસંતોષ છે કપાસનો મોટો જથ્થો પડ્યો છે એ જોતાં ખેડૂતોએ હજુ પણ મોટી તેજી થશે એવી આશાએ કપાસ સાચવી રાખ્યો હોવાનું ફલિત થાય છે પણ તેજી આવતી જ નથી
ખેડૂતોને પાછલી સિઝનમાં રૂા. ૨૨૦૦-૨૫૦૦ના ભાવ પ્રતિ મણ મળ્યા હતા. એ કારણે આ વખતે કપાસની સિઝન શરૂ થઇ ત્યારથી ખેડૂતોએ રૂા. ર હજાર સિવાય કપાસ વેચવો નથી એવું વલણ રાખ્યું હતું. જોકે વેશ્વિક બજાર અને સ્થાનિક બજારમાં ખપત ઓછી થઇ જતાં કપાસનો ભાવ એકધારો ઘટતો ગયો છે કિસાનોને હવે એપ્રિલ-મે મહિનામાં તેજીની આશા છે એટલે વેચવાલી ધીમી છે. જોકે કપાસ બજારના અભ્યાસુઓ એમ કહે છેકે, હવે મોટી તેજી આવવાની સંભાવના ઘણી ઓછી છે. કપાસનો ભાવ રૂા. ૧૫૫૦-૧૮૦૦ ની રેન્જમાં રહેશે અને રૂની ગાંસડીનો ભાવ ખાંડીએ રૂા. ૬૧,૦૦૦- ૬૪,૦૦૦ની વચ્ચે રહી શકે છે પછી તો આ બજાર છે આમાં કોઈ નું ચાલતું નથી