આઈ ખેડૂત બાગાયતી યોજનાઓ 2023: ગુજરાત સરકારશ્રી દ્વારા રાજયમાં બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. ચાલુ વર્ષમાં ખેડુતો બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ માટે આઇ-ખેડુત પોર્ટલ અખાત્રીજના શુભ દિવસથી એટલે કે તારીખ 22/04/2023 થી તા. 31/05/2023 સુધી આઈ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ માટે ખુલ્લુ મુકવામાં આવેલ છે

વર્ષ 2023-24 માટે બાગાયત વિભાગની વીવીધ સબસીડી યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરવા માટે તમારા ગામના VCE નો ગ્રામ પંચાયત મા સંપર્ક કરી શકો. જો તમે જાતે ઓનલાઇન અરજી કરવા માગતા હોય તો પણ કરી શકો છો

આઈ ખેડૂત બાગાયતી યોજનાઓ 2023
યોજનાનું નામ બાગાયતી યોજનાઓ 2023
વિભાગનું નામ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
છેલ્લી તારીખ 31/05/2023
અરજી કરવાનો પ્રકાર ઓનલાઇન

સત્તાવાર વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/

આઈ ખેડૂત યોજનાઓનું લિસ્ટ 2023

i-khedut Portal પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કેવી રીતે કરવી તે જાણો 

Step 1 સૌ પ્રથમ, અરજદારે i-khedut પોર્ટલ પર જવાનું રહેશે. પોર્ટલની મુલાકાત લીધા પછી, તમારી સામે હોમ પેજ ખુલશે. ત્યાર પછી તમારે “યોજનાઓ” ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

Step 2 ઓપ્શન પર ક્લિક કર્યા પછી તમારી સામે એક નવું પેજ ખુલશે. આ પેજ પર, વિવિધ પ્રકારની યોજનાઓ જોવા મળશે. અને તમારે જે યોજના નો લાભ લેવો છે કે માહિતી મેળવવી છે તો તે યોજના પર ક્લિક કરવાનું રહેશે

Step 3 તમે યોજના પર ક્લિક કર્યા પછી નવું પેજ ખુલશે અને જે યોજના માટે તમારે અરજી કરવી છે તો તે યોજના પર ક્લિક કરી અરજી કરવાની રહેશે.

Step 4 ત્યાર બાદ તમને પૂછવામાં આવશે કે તમે અગાઉ થી રજિસ્ટ્રેશન કરાવેલ છે કે નહિ.

Step 5 જો તમે રજિસ્ટ્રેશન કરાવેલ નથી, તો તમારે હા કે ના પર ક્લિક કરવાનું રહેશે અને પછી આગળ વધો બટન પર ક્લિક કરો. પછી તમારે આગલા પેજ પર નવા નોંધણીના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

Step 6 વિકલ્પ પર ક્લિક કર્યા પછી, યોજના માટે અરજી નું ફોર્મ તમારી સામે ખુલશે અને તેના માટે તમને વ્યક્તિગત વિગતો જેવી કે નામ, સરનામું, બેંક ની વિગતો, જમીન ની વિગતો, રેશન કાર્ડની વિગતો ભરવાની રહેશે અને પછી કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.

Step 7 બધી માહિતી ભર્યા પછી તમારે અરજી સેવ કરો બટન પર ક્લિક કરવાનું રહેશે.આ રીતે તમારી i-khedut પોર્ટલ પર ઓનલાઇન અરજી સબમિટ કરવાની રહેશે.

ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીની પ્રિંટ લઈ જરૂરી સાધનિક કાગળોસહ જે તે જીલ્લાની નાયબ/મદદનીશ બાગાયત નિયામકશ્રીની કચેરી ખાતે મોકલી આપવા અનુરોધ કરવામાં આવે છે.

મહત્વની લિંક્સ આઈ ખેડૂત સત્તાવાર વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/

I khedut Yojana 2023 Document List

Ikhedut પોર્ટલ પર ઓનલાઇન અરજી કર્યા બાદ નીચના જેવ ડોકયુમેન્ટ જોડીને અરજી જમા કરાવવાની હોય છે.

ખેડૂતની 8-અ ની નકલ
જે જમીન માટે સબસીડી યોજના નો લાભ લેવા માંગતા હોય તેની 7 નંંબર અને 12 નંબરની નકલ
આધાર કાર્ડ ની નકલ
બેંક પાસબુકની નકલ

Krushikhoj WhatsApp Group