તા.૨૬ એપ્રિલથી ૪ મે સુધીની આગાહી શનિ- રવિ તથા મંગળથી ગુરૂ કમોસમી વરસાદ પડશે દિવસનું તાપમાન ૪૦-૪૧ ડીગ્રી કે તેનાથી નીચુ રહેશે ઉપલા લેવલે ભેજ વધશે, વાતાવરણ ફરી અસ્થિર બનશે

Monsoon Onion Ad

તેઓએ જણાવેલ કે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઈરાન અને લાગુ પાકિસ્તાન ઉપર છે. તે અંગેનું સાયકલોનીક સરકયુલેશન ૩.૧ કિ.મી.થી ૭.૬ કિ.મી. સુધી ફેલાયેલ છે. એક યુ.એ.સી. દક્ષિણ ૫ ^મિ રાજસ્થાન અને આસપાસના વિસ્તારમાં છે. જેની ઉંચાઈ ૧.૫ કિ.મી.થી ૩ કિ.મી.ની છે.

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૨૬ એપ્રિલથી ૪ મે સુધીની આગાહી કરતાં જણાવેલ કે આગાહી સમયમાં પવન પ મિ અને ઉત્તર પ^મિના રહેશે. પવનની ઝડપ ૧૦ થી૨૦ કિ.મી.ની રહેશે. તેમજ સાંજના સમયે પવન વધુ રહેશે. જે ૨૫ થી ૩૫ કિ.મી.ની ઝડપના ફૂંકાશે.

વાતાવરણમાં ઉપલા લેવલે ભેજ વધુ રહેશે. તા.૨૯, ૩૦ એપ્રિલ અને તા.૨ થી ૪ મે દરમ્યાન વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. વધુ અસ્થિરતાવાળા વિસ્તારોમાં ૩૫ થી ૪૫ કિ.મી.ના પવન ફૂંકાશે.

સૌરાષ્ટ્ર- કચ્છ- ગુજરાતમાં છુટાછવાયા વિસ્તારોમાં ઝાપટા વરસાદની શકયતા છે. જે પૈકી તા.૨૯, ૩૦ એપ્રિલ અને ૨ થી ૪ મે ના માવઠાના વિસ્તારો વધુ રહેશે. જયારે મહતમ તાપમાન ઓછા દિવસ નોર્મલ નજીક અને વધુ દિવસ નીચું રહેશે.

Krushikhoj WhatsApp Group