ખેડૂતો માટે ખુશીના સમાચાર : જીરા આજે આંતરરાષ્ટ્રીય તેમજ સ્થાનિક બજાર માં જોરદાર ઐતિહાસિક તેજી જોવા મળી હતી જીરાનો ભાવ આજે પહોંચ્યો 10725 રૂપિયા જીરામાં જબરજસ્ત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગત વર્ષ કરતા ખેડૂતોને ડબલ પૈસા મળ્યા છે. તમને જણાવી દઈએ કે, એક મણ જીરૂનો ભાવ 10725 રૂપિયે પહોંચ્યો છે. જીરાનો ભાવ ઓલ ટાઈમ હાઇ પર પહોંચ્યો છે. ઓછું ઉત્પાદન થવાને પગલે જીરાનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે.

જીરા ની ચીન તરફ થી ખરીદી આવતા જીરૂ આજે આંતરરાષ્ટ્રીય બજાર માં ધગધગતી તેજી જોવા મળી છે આજે 08/05/23 ના રોજ આંતરરાષ્ટ્રીય બજાર માં પણ આગ જરતી તેજી આવી છે જીરા જેબેલ અલી પોર્ટ દુબઈ પર Export Price $ 6150 થી 6180 ડોલર પ્રતિ ટન CIF 99% સિંગાપોર ગુણવત્તા છે

આજે ઉંઝા માર્કેટયાર્ડ તેમજ ગુજરાત ની અલગ અલગ માર્કેટિંગ યાર્ડ માં હાજર જીરા ના ભાવ આ મુજબ રહ્યા છે.

  • બનાસ કૃષિ બજાર નેનાવા માર્કેટ યાર્ડ 7000 થી 10725
  • ઉંઝા યાર્ડ 7821 થી 9600
  • પાટણ માર્કેટ યાર્ડ 7900 થી 10000
  • થરાદ માર્કેટ યાર્ડ 7000 થી 9600
  • વારાહી માર્કેટ યાર્ડ 4601 થી 9501
  • બોટાદ યાર્ડ 5700 થી 9200
  • હળવદ યાર્ડ 8300 થી 9191
  • વાંકાનેર યાર્ડ 7500 થી 9050
  • ગોંડલ યાર્ડ 5901 થી 9001
  • રાજકોટ યાર્ડ 8200 થી 9100
  • અમરેલી યાર્ડ 4801 થી 9000
  • પાટડી યાર્ડ 8100 થી 9255
  • અંજાર યાર્ડ 7000 થી 9140
  • દિયોદર યાર્ડ 7000 થી 9300
  • ભાભર માર્કેટ યાર્ડ 7800 થી 9100
  • જામનગર 7200 થી 9035

આજે NCDEX માં જીરા એ ફરી પાછો નવો ઐતિહાસિક રેકોર્ડબ્રેક હાઈ બનાવ્યો આજે વાયદા માં 48420 નો ભાવ જોવા મળ્યો હતો સવારે 4 % તેજી ની સર્કીટ લાગી હતી અંત મા જીરૂ 47485 નો બંધ નો ભાવ આવ્યો હતો ગય કાલ થી આજે વાયદા માં 925 રૂપિયા ની તેજી રહી હતી.

આજના ઉંઝા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તારીખ 08/05/23 જીરા, વરીયારી, ઇસબગુલ વગેરે નો લેટેસ્ટ ભાવ

Krushikhoj WhatsApp Group