રાજ્યમાં કપાસના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. સીઝનની શરૂઆત કરતાં હાલમાં કપાસના ભાવમાં એક મણે 400 થી 600 રૂપિયાનો ઘટાડો થયો છે. સીઝનની શરૂઆતમાં એક મણ કપાસના 2000 થી 2100 રૂપિયા ભાવ હતા, તે હાલમાં સરેરાશ 1500 થી 1600 થયા છે.

આ સપ્તાહ દરમિયાન કપાસ બજારમાં મણે રૂ. 40 થી 50 નીકળી ગયાં હતાં. કપાસનાં ભાવ હવે રૂ.1600 ની અંદર પહોંચી ગયા છે અને હવે આ ભાવથી ખેડૂતોની વેચવાલી કેવી આવે છે તેનાં ઉપરજ સમગ્ર બજારનો આધાર રહેલો છે. બે દિવસથી વેચવાલી વધી છે પંરતુ હવે બહુ ભાવ ઘટી ગયા હોવાથી ખેડૂતોની વેચવાલી અટકે તેવી પણ સંભાવનાં વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે.

રૂ ની સ્થાનિક માંગ સ્થિર રહી છે પણ વૈશ્વિક સ્તરે રૂની ગાંસડીના નિકાસના વેપારો નોંધપાત્ર રીતે ઘટ્યા છે.

સરકાર કપાસ મા આયાત નહિ નિકાસ નીતિ ને પ્રોત્સાહન કરે તો કપાસ ના ભાવ વધે …

આ વખતે ભારતમાંથી કપાસની નિકાસ ઐતિહાસિક નીચી સપાટીએ રહેશે. ભારતનો કપાસ દર વર્ષે સમગ્ર વિશ્વમાં જંગી માત્રામાં નિકાસ થાય છે પરંતુ આ વર્ષે માત્ર ઘટશે જ નહીં પરંતુ નિકાસ રેકોર્ડ સ્તરે ઓછી થશે એવી શક્યતાઓ છે

આ સપ્તાહ દરમિયાન કપાસના ભાવમાં સતત ઘટાડા સાથે વેપાર થઇ રહ્યો છે. ગુજરાતના યાર્ડોમાં કપાસના સરેરાશ ભાવ ઘટીને રૂ.1600 ની સપાટીએ પહોંચી ગયા છે.

રૂ ગાંસડી તેમજ કપાસિયા અને ખોળના ભાવમાં થયેલ ઘટાડાની સીધી અસર કપાસના ભાવ ઉપર જોવા મળી છે.

હાલની સ્થિતિએ ખેડૂતો પાસે કેટલો સ્ટોક અને ક્યા સુધી આવકોનું પ્રેશન ચાલુ રહે છે એ મુદ્દો બજારની ટુંકાસમયની દિશા નક્કી કરશે.

આ ઉપરાંત હવે નવી સિઝનમાં કપાસનું વાવેતર કેવુ થશે એ પરિબળ લાંબાગાળાની દિશા માટે મહત્વનું બની રહેશે.

ગુજરાત ની અલગ અલગ માર્કેટ યાર્ડ મા આજના કપાસ ના ભાવ તારીખ : 11/05/23

  • ધ્રોલ 1054 થી 1490
  • હળવદ 1250 થી 1568
  • મોરબી 1401 થી 1551
  • કડી 1431 થી 1620
  • બોટાદ 1490 થી 1616
  • રાજકોટ 1540 થી 1593
  • અમરેલી 1107 થી 1581
  • સાવરકુંડલા 1351 થી 1561
  • ભાવનગર 1311 થી 1544
  • વાંકાનેર 1300 થી 1555
  • હિમંતનગર 1480 થી 1600
  • જસદણ 1425 થી 1580
  • જામજોધપુર 1400 થી 1591
  • માણસા 1025 થી 1559
  • અંજાર 1400 થી 1565
  • વિસનગર 1300 થી 1557
  • બાબરા 1450 થી 1590
  • મહુવા 1065 થી 1538
Krushikhoj WhatsApp Group