મોચા વાવાઝોડુ હવે ખતરનાક વાવાઝોડામાં ફેરવાઈ શકે છે જે બાદ ૧૩૫ કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધવાની સંભાવના છે બાંગ્લાદેશ-મ્યાનમાર તટ તરફ આગળ વધશે પુર્વોતર રાજયોમાં બેફામ વરસાદ ખાબકશે

મોચા લગભગ 8 કિમી પ્રતિ કલાકના ઝડપે આગળ વધી રહ્યુ છે. 14 માર્ચના રોજ બપોરના સમયે 150-160 પ્રતિ કલાકની ઝડપે દરિયાકાંઠાને પાર કરી શકે તેવી આશંકા

પુર્વ મધ્ય બંગાળની ખાડીનાં ઉપરના ભાગે પ્રચંડ ચક્રવાતી વાવાઝોડુ મોચા છેલ્લા 6 કલાકમાં લગભગ 8 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે ઉત્તર પુર્વ દિશામાં આગળ વધી રહ્યુ છે. આ ભયંકર વાવાઝોડુ 13 મે ના રોજ પોર્ટ બ્લેટરથી લગભગ 565 કિમી ઉત્તર પશ્ચિમ, કોક્સ બજાર (બાગ્લાદેશ )થી 760 કિમી. દક્ષિણ- પશ્ચિમ અને સિટવે (મ્યાંમાર )થી 690 કિમી દક્ષિણ – પશ્ચિમ દિશામાં મૌજુદ છે.

મ્યાનમાર અને કોક્સ બજાર વચ્ચે 150-160 કિમી પ્રતિ કલાકની ઝડપે સાથે કિનારો પાર કરે તેવી શક્યતા

આ ભયંકર ચક્રવાતી વાવાઝોડુ મોચા આવતી કાલે તા. 14 મે ના રોજ બપોરની આસપાસ આ અતિ ભયંકર ચક્રવાતી વાવાઝોડુ સિત્તવે (મ્યાનમાર) નજીક દક્ષિણપૂર્વ બાંગ્લાદેશના ક્યોકપ્યુ (મ્યાનમાર) અને કોક્સ બજાર વચ્ચે 150-160 કિમી પ્રતિ કલાકની ઝડપે સાથે કિનારો પાર કરે તેવી શક્યતા છે.

દક્ષિણ આસામમાં મોચાની અસરથી 14 મે રોજ કેટલીક જગ્યા પર વરસાદ થવાની સંભાવના

ભારતના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ અતિ ભયંકર વાવાઝોડુ મોચા 175 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે પાર કરે તેવી સંભાવના છે. મોચાની અસરથી આંદામાન- નિકોબાર દ્વીપ 13 મે ના રોજ મોટાભાગની જગ્યા પર મધ્યમથી ભારેથી વરસાદ થવાની સંભાવના રહેલી છે. જ્યારે નોર્થ ઈસ્ટના ત્રિપુરા અને મિઝોરમની કેટલીક જગ્યાઓ પર આજે ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે. જ્યારે નાગાલેન્ડ, મણિપુર અને દક્ષિણ આસામમાં મોચાની અસરથી 14 મે રોજ કેટલીક જગ્યા પર વરસાદ થવાની સંભાવના છે.

Krushikhoj WhatsApp Group