રાજકોટ સહિત રાજ્યભરમાં કપાસનો પાક વાવનાર ખેડૂતોને પોતે વાવેલા કપાસના ભાવો સારા મળશે એવી આશા રહી હતી. પરંતુ કપાસમાં એકાએક મંદીના માહોલથી જગતાત ચિંતામાં મૂકાઈ ગયો છે આજે સુધરશે કાલે ભાવ સારા થશે એવી આશા પણ પણ કપાસ ની સિઝન શરૂ થઈ ત્યાર થી સતત ઘટતોજ ગયો….

વૈશ્વિક રૂ બજાર એટલે કે ન્યુયોર્ક કોટન વાયદામાં છેલ્લા એક/બે સપ્તાહથી 82 સેન્ટની સપાટીએ સ્થિરતા જોવા મળી છે. જોકે, વૈશ્વિક બજારની વિપરીત ભારતીય બજારમાં કારમી મંદી સાથે વેપાર થઇ રહ્યો છે. ભારતમાં રૂ ગાંસડીનો ખાંડીએ ભાવ ઘટીને રૂ.60 હજારની સપાટીથી પણ નીચે આવી ગયો છે. આથી કપાસના ભાવ પણ ઘટીને સરેરાશ રૂ.1550 આસપાસ પહોંચી ગયા છે. કપાસિયામાં થયેલ ઘટાડાએ પણ કપાસની મંદીને વધુ ચિંતાજનક બનાવી છે.

રૂ બજારમાં માંગ સ્થિર છે ખેડૂતો કપાસ સાચવી ને હવે થાક્યા છે એટલે વેચવાલીનું પ્રેશન વધ્યુ છે. આથી ભારતમાં કપાસના ભાવ ઉપર સતત દબાણ જોવા મળ્યુ છે. જે ખેડૂતોએ કપાસનો સંગ્રહ કર્યો છે તેઓ હવે ચોમાસા પહેલા વેચાણ કરી રહ્યા છે. આથી કપાસ બજારમાં લેવાલી ઓછી અને વેચવાલી વધારે હોય એવી સ્થિતિ સર્જાઇ છે.

ભારતમાંથી રૂની નિકાસ ગત વર્ષ કરતા અડધાથી પણ ઓછી રહે એવી સંભાવના છે આ વર્ષે કપાસ ની ખાસ નિકાસ થઈ નથી જો નિકાસ થઇ હોત તો કપાસ ના ભાવ ખેડૂતો ને સારા મળેત. પણ આ વર્ષે વિદેશમાંથી થતી રૂની આયાતમાં વધારો થવાની આશંકા છે. વૈશ્વિક બજારમાં ભારતીય રૂની માંગ ઘટી રહી છે. થોડા વર્ષો પહેલા આપણે વાર્ષિક 60 લાખ ગાંસડી રૂની નિકાસ કરતા હતા. ગત વર્ષે માત્ર 43 લાખ ગાંસડી રૂની નિકાસ થઇ અને આ વર્ષે રૂની નિકાસનો આંકડો 20 લાખ ગાંસડીથી પણ ઓછો રહે એવી સંભાવના છે.

ભારત એક ખેતી પ્રધાન દેશ છે જો સરકાર ખેતી પાક ઉત્પાદન ની નિકાસ ને પ્રોત્સાહન આપે તો ખેડૂતો ને સારા ભાવ મળી શકે

Krushikhoj WhatsApp Group