હવામાન નિષ્ણાંત અંબાલાલા પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે  ખેડૂતોને 15 જૂન પછી વાવણી કરવાની સલાહ આપી છે. અંબાલાલ પટેલના મતે અંદામાન- નિકોબારમાં ચક્રવાત ઉભુ થતા કેરળમાં ચોમાસુ મોડુ આવશે. કેરળમાં 5 થી 15 જૂન વચ્ચે ચોમાસુ શરૂ થાય તેવી શક્યતા છે અંદામાન- નિકોબારમાં જ ચોમાસાની ગતિ નબળી છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસુ બેસી ગયાના 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસુ બેસે છે એટલે જો કેરળમાં મોડુ બેસે તો ગુજરાતમાં પણ ચોમાસુ મોડુ થઈ શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ખેડૂતોને સલાહ છે કે 15 જૂન બાદ વાવણી કરવી વધુ હિતાવહ છે. 15 જૂનથી 8 ઓગસ્ટ દરમિયાન પ્રમાણમાં સારો વરસાદ થવાની શક્યતા છે. 8 ઓગસ્ટ બાદ વરસાદનુ જોર ઘટી શકે છે.

મીની વાવાઝોડા સાથે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુસાર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જેને લઈ 30 મે સુધી ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે.

ગુજરાતમાં મિની વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ પડશે. ભારે પવનને કારણે રાજ્યના માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

ચોમાસા (Gujarat Monsoon Forecast)ને લઈ હવામાન વિભાગ (Meteorological department forecast) અને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર દેશમાં 96 ટકા વરસાદ થવાની સંભાવના જોવા મળી રહી છે. વધુમાં મધ્ય ભારતમાં ચોમાસું સામાન્ય રહેવાની સંભાવનાઓ સેવાઇ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત માં ચોમાસુ સામાન્ય રહે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ગુજરાતમાં 92 ટકાથી ઓછા વરસાદની શક્યતા જોવા મળી રહી છે. તેમ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મહંતીએ જણાવતા કહ્યું હતું. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) વધુમાં જણાવતા કહ્યું કે, 15 જૂન અગાઉ ગુજરાતમાં દરિયામાં તોફાન સર્જાઈ શકે છે તેમજ 8 અને 9 જૂનની આજુબાજુ દરિયો તોફાની બની શકે છે અને 8 અને 9 જૂનની આજુબાજુ દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે છે. તેમણે વધુમાં જણાવતા કહ્યું છે કે, 22, 23, 24 જૂનની આજુબાજુ ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને 4, 5, 6 જૂનના રોજ ગુજરાતમાં છુટાછવાયો વરસાદ ખાબકી શકે છે. ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેવાની શક્યતાઓ છે.

Krushikhoj WhatsApp Group