Aadhar Pan Link Last date: આપણી પાસે ઘણા ડોકયુમેન્ટ હોય છે. જેમા આધાર કાર્ડ અને પાન કાર્ડ ખૂબ જ અગત્યના ડોકયુમેન્ટ છે. સરકાર નિયમાનુસાર આપણા આધાર કાર્ડ ને અન્ય વીવીધ ડોકયુમેન્ટ સાથે લીંક કરવાનુ કહે છે. અગાઉ બેંક ખાતા સાથે આધાર કાર્ડ અને પાન કાર્ડ આપણે લીંક કરાવેલ છે. હવે આપણા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લીંક કરાવવાનુ ફરજીયાત બનાવ્યુ છે. જેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી જે હવે વધારીને 30 જુન 2023 કરવામા આવી છે.. ત્યારબાદ પાન કાર્ડ સાથે આધાર લીંક કરાવેલ નહિ હોય તો ઘણા કામ અટકી પડશે.

પાન કાર્ડ અને આધાર લિંક કરવા માટે હાલ 1000 રૂપિયાનો દંડ ભરવો પડે છે. પાન સાથે આધાર ની લીંક કરવાની છેલ્લી તારીખ 30 જુન 2023 છે. ત્યારબાદ જો તમે પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો, તો તેનાથી તમારા પાન કાર્ડ સાથે જોડાયેલા ઘણા કામ અટકી જશે. સૌથી અગત્યનુ તો તમારુ ઇન્કમ ટેક્ષ રિટર્ન ભરવાનું તો બંધ થઇ જ જશે, સાથે જ તમે પાન કાર્ડ સાથે સંકળાયેલ અન્ય સુવિધાઓ નો પણ લાભ નહીં લઇ શકો. આથી તમામ લોકોએ વહેલી તકે આ કામ પુરૂ કરવા CBDT દ્વારા સૂચના આપવામા આવી છે.

 

કયા કામો અટકશે જાણો અટકી જશે આટલા કામ આધાર અને પાન લીંક નહિ કરેલા હોય તો 30 જુન બાદ આટલા કામ અટકી જશે.

  • 5 લાખથી વધુની રકમનુ સોનું ખરીદવુ હશે તો તે નહિ ખરીદી શકો.
  • બેંકમાં 50 હજારથી વધુ રૂપિયા રોકડા ભરવા હશે કે ઉપાડવા હશે તો તે નહિ થાય.
  •  પાનકાર્ડ એકટીવ નહિ હોય તો ઇન્કમ ટેક્ષ રીટર્ન પણ ઓનલાઈન ફાઇલ નહિ કરી શકાય.
  • પાન કાર્ડ સાથે જોડાયેલા કોઈપણ પ્રકારના નાણાકીય વ્યવહારો અટકી જશે.
  • તમે મ્યુચ્યુઅલ ફંડ જેવી નાણાકીય યોજનાઓમાં રોકાણ કરતા હશો તો તે અટકી જશે.
  • વિવિધ સરકારી યોજનાઓ કે જેમા પાન કાર્ડ ની જરૂર પડતી હોય તેનો લાભ લેવામાં પણ મુશ્કેલી પડી શકે છે.

આધાર-પાન લિંક સ્ટેટ્સ જાણો

  • તમારુ આધાર પાન કાર્ડ લીંક થયેલુ છે કે કેમ તે જો ચેક કરવા માંગતા હોય તો નીચેની સરળ સ્ટેપ મુજબ ઓનલાઇન ચેક કરી શકો છો.
  • આધાર પાન લીંક સ્ટેટસ ચેક કરવા માટે તમારે સૌ પ્રથમ ઇન્કમ ટેક્ષ વિભાગની ઓફીસીયલ વેબસાઇટ ઓપન કરવાની રહેશે. https://www.incometax.gov.in
  • https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/link-aadhaar-status આપેલ લીંક પર ક્લીક કરીને પણ સીધા ઓપન કરી શકો.
  • ઓફીસીયલ વેબસાઇટ ઓપન કર્યા બાદ ડાબી બાજુ Link Aadhar status ઓપન કરો.
  •  ત્યારબાદ આ વેબસાઇટ મા તેમા આપેલ ‘View Link Aadhaar Status વિકલ્પ  શોધવાનો રહેશે.
  •  તમારો પાન અને આધાર નંબર દાખલ કરો, પછી ‘View Link Aadhaar Status’ પસંદ કરો.
  • જો તમારું પાન તમારા આધાર સાથે લીંક હશે તો તમારી સ્ક્રીન પર એક મેસેજ દેખાશે.

આધાર ને પાન સાથે લિંક કરવા માટેની પ્રોસેસ

  • જો તમે આધાર ને પાન કાર્ડ સાથે લીંક કરવા માગતા હોય તો તમારે નીચેના સ્ટેપ મૂજબ કામગીરી કરવાની રહેશે.
  • આ માટે દેશના આવકવેરા વિભાગની ઓફીસીયલ વેબસાઇટ . https://www.incometax.gov.in ઓપન કરવાની રહેશે.
  • ઓફીસીયલ વેબસાઇટ ઓપન કર્યા બાદ ડાબી બાજુ Link Aadhar ઓપ્શન પર ઓપન કરો.
  • ત્યારબાદ એક નવું પેજ ખુલશે જ્યાં તમારે તમારા પાન, આધાર નંબર અને તમારા આધાર કાર્ડ પર જણાવેલ તમારું નામ દાખલ કરવાનું રહેશે.
  • પેજ પર દેખાતા કેપ્ચા કોડને દાખલ કરો અને ‘Link Aadhaar’ બટન પર ક્લિક કરો.

જરુરી સૂચના

આધાર પાન કાર્ડ લીંક કરવાની છેલ્લી તારીખ : 30/06/2023 છે. ત્યારબાદ જો આધાર પાન કાર્ડ સાથે લીંક નહિ હોય તો તમારુ પાન કાર્ડ એકટીવ નહિ રહે. જેને ફરીથી એકટીવ કરવા રૂ. 10000 સુધીની પેનલ્ટી ભરવી પડશે. તમારુ આધાર-પાન કાર્ડ લીંક લીંક થયેલુ છે કે નહિ તે ઓનલાઇન ચેક કરી જો લીંક ન હોય 30 જુનપહેલા આ કામગીરી પુરી કરો.

આધાર પાન લીંક કરવુ એ ખૂબ જ સરળ પ્રોસેસ છે. જો તમારુ આધાર પાન સાથે લીંક ન હોય તો આ કામ 30 june પહેલા ખાસ પુરુ કરવુ જોઇએ. જેથી પાન કાર્ડ ઇનએકટીવ ન થાય અને તેને લીધે પડતી મુશ્કેલીઓ નિવારી શકાય. ઘણા લોકોને એ ખબર નથી હોતી કે તેનુ આધાર પાન કાર્ડ સાથે લીંક થયેલ છે કે નહિ. તે લોકો આ પોસ્ટમા આપેલ પ્રોસેસ પરથી ચેક કરી શકે છે. હાલ પાન અને આધાર લીંક કરવા અને સ્ટેટસ ચેક કરવા માટે લોકો દોડધામ કરી રહ્યા છે.

આધાર પાન લીંક કરવાની છેલ્લી તારીખ કઇ છે ?

Aadhar Pan Link Last date: 30 june 2023

ઇન્કમ ટેક્ષ વિભાગની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://www.incometax.gov.in

હાલ આધાર ને પાન સાથે લીંક કરવાનો ચાર્જ કેટલો છે ?

1000 રૂપિયા

આધાર અને પાન લીંક કરવાની પ્રોસેસ કેમ કરશો ?

ઇન્કમટેક્ષ વિભાગની ઓફીસીયલ વેબસાઇટ પરથી.

Aadhar-pan Link કરવા માટે બન્ને મા નામ સરખા હોવા જોઇએ ?

હા, આધાર – પણ લીંક કરવા માટે બન્ને મા એકસરખુ નામ હોવુ જોઇએ.

આધાર કાર્ડ નંબર કેટલા આકડાનો હોય ?

આધાર કાર્ડ નંબર 12 આકડા નો હોય છે.

આધાર પાન લીંક નુ સ્ટેટસ કઇ  વેબસાઇટ પરથી ચેક કરી શકાય ?

ઇન્કમ ટેકસ ડીપાર્ટમેન્ટ ની ઓફીસીયલ સાઇટ પરથી.

જો પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિન્ક કરવામાં નહીં આવે તો શું થાય?

જો તારીખ 30.06.2023 સુધીમાં પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિન્ક કરવામાં નહીં આવે તો પાન કાર્ડ બંધ થઈ જશે.

Krushikhoj WhatsApp Group