નમસ્કાર ખેડુત મિત્રો
ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આગામી 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસુ સક્રિય થશે. તેમત 25 જૂનથી ગુજરાતનાં વધુ વિસ્તારોને ચોમાસુ આવકારી લેશે. 27 જૂનથી 2 જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિભાર વરસાદની આગાહી છે.
ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ પૂર્વ તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ઉદયપુર તેમજ રાજસ્થાનમાં વરસાદ તથા સાબરકાંઠામાં વરસાદ થતા સાબરમતી નદીમાં નવા નીર આવશે. ત્યારે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદનાં કારણે મધ્ય પ્રદેશમાં પુર આવી શકે છે. તેમજ નર્મદા નદીનાં વિસ્તારમાં વરસાદનાં કારણે નર્મદા બે કાંઠે થઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં તાપી નદીમાં જળસ્તર વધી શકે છે. તેમજ મુંબઈ મહારાષ્ટ્રનાં ભાગોમાં વિદર્ભ મરાઠાવાડ વગેરે ભાગોમાં વરસાદ થઈ શકે છે. મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
૨૮, ૨૯ અને ૩૦ જૂને ભારે વરસાદ વરસાદની આગાહી
ગુજરાતમાં હજુ ચોમાસાનું વિધિવત્ આગમન થયું નથી તેમ છતાં તેનાં ચક્રો ગતિમાન થઈ ગયાં છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા છે, તેમાં પણ અમદાવાદ, વડોદરા, મહેસાણા અને ગોધરામાં તા. ૨૮, ૨૯ અને ૩૦ જૂને ભારે વરસાદ તૂટી પડવાની આગાહી હવામાન નિષ્ણાતોએ કરી છે.