છેલ્લા લગભગ બે મહિનાથી જીરાની નિકાસના વેપાર સાવ ઓછા થઇ રહ્યા છે. આ સાથે હાલ સ્થાનિક લેવલે પણ જીરાની માંગમાં ઘટાડો નોંધાયો છે. આથી જીરાના ભાવમાં ઉંચા સ્તરેથી છેલ્લા એક સપ્તાહ દરમિયાન ઘટાડો જોવા મળી રહ્યો છે. હાજર બજારમાં જીરાના ભાવમાં સરેરાશ રૂ.10500 હજારની સપાટી નીચે આવી ગયો છે. બે સપ્તાહ પહેલા જીરામાં પ્રતિ મણ રૂ.12 હજારની સપાટી ઉપર વેપાર થઇ રહ્યો હતો.
હવે આગામી દિવસોમાં જીરાની આવક આ સ્તરથી ઘટે છે કે વધે છે એ પરિબળ બજાર ઉપર સૌથી વધુ અસર કરશે. આગામી સિઝનમાં જીરાનું વાવેતર વધવાની પુરી સંભાવના છે. આથી બિયારણની માંગ પણ વત્તા-ઓછા આવશે. જોકે, નિકાસ અને સ્થાનિક માંગ મહત્વના પરિબળ છે. હાલ નિકાસ અને સ્થાનિક માંગ સાવ ઓછી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ભારત અને ચીન ના જીરા નો ભાવ એક સરખા થઇ ગયા છે તેની સાથે ચીનમાં જીરૂનો સ્ટોક નથી આથી નીચા ભાવના જીરૂના સોદા કર્યા હતા અને જેઓ ડિફોલ્ટ થયા હતા તેઓ જ હાલ જીરૂ વેચી રહ્યા છે. ચીનથી હવે જીરૂનો સ્ટોક ઓલમોસ્ટ ખતમ થવા લાગતાં ચીનથી હવે જીરૂની નિકાસની શક્યતા એકદમ ઓછી મતલબ નહિવત જેવું છે.
બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ગલ્ફ દેશોની જીરૂની ડીમાન્ડ છેલ્લા દોઢ થી બે મહિનાથી ચીન તરફ વળી હતી જેને કારણે ભારતીય જીરૂના નિકાસના વેપાર છેલ્લા દોઢ થી બે મહિનાથી સાવ બંધ હતા તે હવે ચાલુ થવાની શક્યતા દેખાય છે જો જીરા ની વધુ નિકાસ થશે તો તેજી આવશે.
ભારતમાં શ્રાવણ મહિનો ચાલુ થતાં હવે ડોમેસ્ટિક ડિમાન્ડનો તબક્કો પણ શરૂ થશે. જીરૂના વાવેતરના સાચા રિપોર્ટ દિવાળી પછી આવવાના છે. જીરૂની વેચવાલી વધુ પડતી આવી જાય તેવી શક્યતા દેખાતી નથી. જીરૂના ફંડામેન્ટ્સ તેજીના હોઇ નિકાસ વેપારો ફરી શરૂ થશે તો ફરી તેજી જોવા મળશે.
જીરૂ વાયદામાં વધુ પડી મંદી થઇ છે. જીરૂ સપ્ટેમ્બર વાયદો ઉપર માં રૂ. 63500 ગયો હતો એક વાયદો આજે 56000 નીચે જોવા મળ્યો હતો. જીરૂ વાયદામાં માર્જીન વધી ગયા હોઇ હાલ વોલ્યુમ એકદમ ઓછું છે આથી કોઇ 50- 60 ટન જેટલું વેચી જાય તો મોટી મંદી થઇ જાય છે
જીરૂના વાવેતર માટે હજુ બે થી ત્રણ લાખ બોરી સ્ટોકની જરૂરત રહેશે અને હવે ઓલ ઇન્ડિયા જીરૂન સ્ટોક 10 લાખ બોરીથી ઓછો છે કારણ કે રાજસ્થાનના તમામ સેન્ટરો અને ઊંઝા સહિત ગુજરાતના તમામ સેન્ટરોમાં હાલ અંદરના માલોની વેચવાલી વધુ છે આવક બહુ ઓછી છે.
જીરૂના ફંડામેન્ટ્સ હજુ પણ સ્ટ્રોગ છે દિવાળી સુધી મા જીરા માં તેજી આવશે એવું વ્યાપારી ની વાણી છે હાલ તમામ વેપારીઓ, સ્ટોકીસ્ટો અને ઇન્વેસ્ટોરની જંગી વેચવાલી છે આગામી દસ દિવસમાં ખેડૂતોની વેચવાલી માર્કેટમાં જોવા મળશે તેવી સંભાવના છે.
જીરૂનું વાવેતર જંગીમાત્રામાં થવાનો અંદાજ અને હાલ ડીમાન્ડનો અભાવ હોઇ જીરૂમાં તેજીની કોઇ શક્યતા હવે દેખાતી નથી, દરેક ઘટાડા બાદ થોડો બ્રેક લીધા બાદ ફરી ઘટાડો જોવા મળશે જો જીરા ની નિકાસ થશે તો તેજી પાછી આવશે