કૃષિ મંત્રાલય દ્વારા ગયા મહિને જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ વર્ષ 2024 માં ડુંગળીનું ઉત્પાદન 254.73 લાખ ટન આસપાસ રહેવાની ધારણા છે ડુંગળીના વધતા ભાવને નિયંત્રણમાં રાખવા માટે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જણાવીએ કે, ગયા વર્ષે 8 ડિસેમ્બરથી ભારતમાંથી ડુંગળીની નિકાસ બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ હવે સરકારે તેમાં થોડી છૂટછાટ આપી છે. ભારત હવે 6 પાડોશી દેશોમાં ડુંગળીની નિકાસ કરશે. અગાઉ સરકારે મધ્ય પૂર્વ અને કેટલાક યુરોપિયન દેશોમાં 2000 ટન સફેદ ડુંગળીની નિકાસની મંજૂરી પણ આપી હતી.
છ પડોશી દેશમાં ડૂગળીની નિકાસ કરાશે
ડુંગળીના ભાવને અંકુશમાં લેવા માટે સરકારે છેલ્લા ઘણા મહિનાઓથી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુક્યો છે. દેશમાં ડુંગળીના વધતા ભાવથી જનતાને રાહત આપવા માટે સરકારે ડુંગળીની નિકાસ બંધ કરી દીધી હતી. પરંતુ હવે નિકાસ બંધી હળવી કરવામાં આવી રહી છે. ભારતે છ પડોશી દેશોમાં 99,500 ટન ડુંગળીની નિકાસ કરવાનો નિર્ણય લીધો છે.
આ દેશોમાં નિકાસ કરાશે
ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી છે, જેમાં જણાવ્યું હતું કે, ભારત બાંગ્લાદેશ, UAE, ભૂટાન, બહેરીન, મોરેશિયસ અને શ્રીલંકામાં 99,150 ટન ડુંગળીની નિકાસ કરાશે.