અશ્વગંધા રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત ખેડૂત તાલીમનું આયોજન..
અશ્વગંધા – (વિથાનિયા સોમનિફેરા) (લિન.) ડ્યુનલ પર પ્રજાતિ વિશિષ્ટ રાષ્ટ્રીય અભિયાન
નેશનલ મેડિસિનલ પ્લાન્ટ્સ બોર્ડ આયુષ મંત્રાલય, ભારત સરકાર દ્વારા પ્રાયોજીત અને એ.એફ.સી. ઇન્ડિયા લિમિટેડ દ્વારા આયોજીત
અમરેલી જિલ્લા ના ૩૦૦ જેટલા ખેડૂતો એ ભાગ લીધેલ તેમજ અશ્વગંધા ની ખેતી વિશે માર્ગદર્શન આપેલ.
તેમજ તાલીમ દરમ્યાન અશ્વગંધા ના વાવેતર અને માવજત અને ઉત્પાદન થી લઈ ને વેચાણ સુધી ની વિસ્તૃત માહિતી આપેલ આ પ્રોગ્રામમાં એ.એફ.સી ઇન્ડિયા લિમિટેડ ના સીનીયર રીજનલ મેનેજર એસ બી કટીયાર હેડ ઓફીસ નવી દિલ્હી, અલ્પેશભાઈ રાઠોડ અને સ્વર્ણઅમરેલી એગ્રોફેડ FPO ના ચેરમેન હરેશભાઈ કાછડીયા અને સીઈઓ હિરેન ગોધાસરા તેમજ શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર સ્ટાફ બીનીનભાઈ જોશી ઉપસ્થિત રહેલ.
તે ઉપરાંત બિપીનભાઈ જોશી દ્વારા અશ્વગંધા ના વાવેતર, માવજત, કાપણી, સોર્ટિંગ, ગ્રેડિંગ, અને મૂલ્ય વર્ધન કરીને માર્કેટિંગ કરી શકે તે હેતુથી ખેડૂતોને તાલીમ આપીને જાગૃત કરેલ તેમજ બાગાયતી ખેતી અને ઔષધીય પાકો ની માહિતી આપેલ અને અશ્વગંધા ના ઔષધીય ગુણો અને ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપેલ તેમજ અશ્વગંધા રાષ્ટ્રીય અભિયાન તાલીમ માં ઉપસ્થિત રહેલ ખેડૂતો ને અશ્વગંધા ના રોપા અને ૧૦૦ ગ્રામ અશ્વગંધાનું બિયારણ ની કીટ આપવામાં આવેલ હતી.