લાંબા સમયથી સતત એકધારો ઘટાડો થયા બાદ છેલ્લા એક સપ્તાહથી જીરા બજારમાં નીચેના સ્તરેથી સુધારા સાથે વેપાર થઇ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન જીરાના ભાવમાં પ્રતિ મણ રૂ. 200 નો વધારો નોંધાયો છે. સિંગાપુર ક્વોલિટી જીરાના ભાવ રૂ. 4300 પ્રતિ મણની સપાટીએ પહોંચ્યા છે.
જીરા માર્ચ વાયદા માં આજે 795 રૂપિયા ની તેજી સાથે 21850 રૂપિયા બંધ આવ્યો
ખેડૂતોને સરેરાશ 4000થી 4400 ની સપાટીની વચ્ચે જીરાના ભાવ મળી રહ્યા છે. સાવ નહિવત્ પ્રમાણમાં નવા જીરાની આવક શરૂ થઇ છે. નવા જીરાની નિયમિત આવક બે સપ્તાહ બાદ શરૂ થાય એવી સંભાવના છે.
વર્ષ 2024-25ની સિઝન દરમિયાન જીરાની નિકાસમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. આ સિઝનમાં માર્ચ 2024 થી જાન્યુઆરી 2025 સુધીના 11 મહિનામાં ભારતમાંથી 4288618 બોરી જીરાની નિકાસ થઇ છે. ગત આખી સિઝન દરમિયાન માત્ર 3264600 બોરી જીરાની નિકાસ થઇ હતી. આ સિઝન દરમિયાન ભારતીય જીરાના ભાવ નીચા રહ્યા હોવાથી નિકાસમાં વધારો થયો છે.
